Editorial
14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન નહીં પણ બ્લેક-ડે
(સુરેન્દ્ર શાહ દ્વારા)
વેલેન્ટાઈન ડે ની ઉજવણીના ઉન્માદ માં આજનો સ્વાર્થી યુવાન કરે તે ખરેખર પુલવામાં મા શહીદ થયેલા માં ભારતના સપૂતોને ભૂલીને કાલા-ડે ને બદલે વેલેન્ટાઈન ડે ઉજવણી શરમજનક ઉજવણી કહેવાય જીવનમાં પ્રેમ ભાવના પોતાના પણું બધું જ જરૂરી છે પરંતુ પ્રેમનો પ્રકાર અનુભવવા બાદ તેનો સ્વીકાર કે અસ્વીકાર કરવો તેનો નિર્ણય સ્વીકાર કરનાર વ્યક્તિએ કરવો જોઈએ વીર શહીદોને વતન પ્રેમ પ્રત્યેના પ્રેમની તોલે માત્ર માતાનો નિસ્વાર્થ પ્રેમ આવે બાકી અન્ય પ્રેમ એ દેખાડો રૂપિયાનો બગાડ અને ઉછંગલા પણું સ્વાર્થી પ્રેમની તુલના માં ગુલાબના ફૂલો કે ગુલદસ્તો આપી પટાવવાના પ્રયાસોને સામેવાળી વ્યક્તિ ભાન ભૂલીને સ્વીકાર કરે અને બાદમાં આખી જિંદગી પસ્તાય આવા બોગસ અને દેખાડા વાલા પ્રેમની બ્લેક ડે તરીકે જાણીતી તારીખ 14 ફેબ્રુઆરી આ કાલા દિવસોમાં આપ માં ભોમ ની રક્ષા માટે સ્થળાંતર કરી રહેલા ભારત માતાના ચાલીસ સપૂતો ને દુશ્મન દેશ ને સાથ આપનારા ભારતના જ ગદ્દારોએ પુલવામાં બોમ્બ બ્લાસ્ટમાં ભારત માતાના સપુતોનો ભોગ લીધો હતો.
એ તારીખ હતી 14 ફેબ્રુઆરી આ દિવસને સહાદત દિવસ અને એ જ તારીખે આજનો યુવાન ભોમની રક્ષા માટે શહીદી વહોરનાર જવાનોને ભૂલીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક વ્યવહાર કહેવાય માટે 14 ફેબ્રુઆરીએ ભારતના સમગ્ર યુવાનોએ વેલેન્ટેડ ડેને ભૂલીને કાલા દિવસ તરીકે બ્લેક ડે તરીકે યાદ કરી શહીદોને અંજલી અર્પવી જોઈએ ભારત શિવાય ના અન્ય દેશો ભલે વેલેન્ટાઇન ડે ઉજવે પરંતુ ભારતે તો બ્લેક-ડે તરીકે જ 14 ફેબ્રુઆરીને યાદ કરીને શહીદી વહોરનાર જવાનોને શ્રદ્ધાંજલી અર્પી મસ્તક નમાવી સલામ છે
* પુલવામાં મા શહીદ થયેલા માં ભારતના સપૂતોને ભૂલીને કાલા-ડે ને બદલે વેલેન્ટાઈન ડે ઉજવણી શરમજનક ઉજવણી કહેવાય
* વીર શહીદોના વતન પ્રેમ પ્રત્યેના પ્રેમની તોલે માત્ર માતાનો નિસ્વાર્થ પ્રેમ આવે બાકી અન્ય પ્રેમ એ દેખાડો
* આજનો યુવાન ભોમની રક્ષા માટે શહીદી વહોરનાર જવાનોને ભૂલીને વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક