International
મિલાનના નિવૃત્તિ ગૃહમાં ભીષણ આગ, 6 લોકોના દર્દનાક મોત; તો 80થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ

મિલાનમાં નિવૃત્તિ ગૃહમાં લાગેલી આગમાં છ લોકોના દુ:ખદ મોત થયા છે અને 80 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇટાલિયન સમાચાર એજન્સીઓએ શુક્રવારે આ અંગેની માહિતી આપી હતી.
81 લોકો ગંભીર રીતે ઘાયલ, 6ના મોત
સમાચાર એજન્સીએ જણાવ્યું કે આગ ગુરુવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 11.20 વાગ્યે શરૂ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર હતા. પ્રાદેશિક કટોકટી સેવાઓએ જણાવ્યું હતું કે 81 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે. સાથે જ આ દુર્ઘટનામાં છ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ઘટનાનું કારણ જાણી શકાયું નથી
ઘટનાને પગલે સ્થળ પર અફરા-તફરી મચી ગઈ હતી અને સર્વત્ર હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ રિટાયરમેન્ટ હોમમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. હાલ આ ઘટનાનું કારણ જાણવા મળ્યું નથી.