Uncategorized

મંજુસર સોખડા રોડ પર આવેલ વિલવુડ શ્રીજી એગ કેમ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ

Published

on

(અવધ એક્સપ્રેસ સાવલી)

સાવલી તાલુકાના મંજુસર સોખડા રોડ પર આવેલ વિલવુડ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભારે ભીષણ આગ લાગતા ભારતના દ્રશ્યો સર્જાયા હતા અને સાત થી વધુ ફાયર ફાઈટરો આગ ઓલવવા કામે લાગ્યા હતા

Advertisement

પ્રાથમિક માહિતી પ્રમાણે  વિલવુડ શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે કંપની ના પેકિંગ મટીરીયલ અને રો મટીરીયલ ના  ગોડાઉન માં અચાનક આગ ભભૂકી ઊઠી હતી જેમાં આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઊઠી હતી આગના પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો સર્જાયા હતા અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જણાતા હતા અને આજુબાજુના કંપની વાળા તેમજ રાહદારીઓના અને લોકટોળા ઉમટી પડ્યા હતા  પ્રાથમિક રીતે જાણવા મળ્યા મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું જાણવા મળી રહ્યું છે આજે  રજાના દિવસ હોવાથી ગોડાઉનમાં કોઈ કામદાર હાજર ન હતો તેના પગલે અને આગના કારણે કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયું નથી  અને આગ ના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં નુકસાનનો આંક મોટો હોવાનું જણાઈ રહ્યું હતું અને આ આગને કાબુમાં લેવા માટે આશરે સાત જેટલા ફાયર ફાઈટરો કામે લાગ્યા હતા અને લાશ્કરોના જવાનોએ આગને કાબુમાં લેવા માટે ખૂબ જ જહેમત કરી રહ્યા છે આ લખાય છે ત્યારે આગ સંપૂર્ણ કાબુમાં આવી નથી પરંતુ પરિસ્થિતિ કંટ્રોલ હેઠળ છે

જ્યારે ફરી એક વખત સાવલી તાલુકાની ઇન્ડસ્ટ્રીમાં ઇમરજન્સી અને ફાયરની સુવિધા પ્રત્યે કંપની સત્તાવાળાઓની ઉદાસીનતા અને આગ ના બનાવ વેળાએ પાણીની અછત જણાઈ હતી તેના પગલે લાશ્કરના જવાનો ને આગ ઓલવવા માટે મુશ્કેલી પડી રહી હતી તેમજ ગોડાઉનની ભૌગોલિક પરિસ્થિતિના કારણે પણ ફાયર ના જવાનોને આગ સુધી પહોંચવામાં તકલીફ પડી રહી હતી સ્થાનિક ટયુંબવેલ અને મંજુસર પંચાયતની ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું જ્યારે આગના પગલે આજુબાજુની કંપનીના માલિકોના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા

 

Advertisement

Trending

Exit mobile version