Panchmahal
યાત્રાધામ પાવાગઢ મંદિર પાસે ભીષણ આગ:મંદિરનું વિજ કનેકશન બળી જતાં વિજપુરવઠો ખોરવાયો
(પ્રતિનિધિ દિપક તિવારી)
યાત્રાધામ પાવાગઢ ખાતે મંદિર ઉપર થી જુના ઉતરવાના પગથિયાં ની બાજુ માં પડી રહેલા નાળિયેર ના છોતરાં તથા ચોટલી ના ઢગલા માં આકસ્મિક ભીષણ આગ લાગી હતી જેમાં મંદિર ને વીજપુરવઠો પહોચાડતી મુખ્ય વાઈરિંગ ની લાઇન બળી જતાં વીજપુરવઠો અંદાજે 15 કલાક જેટલો બંધ રહ્યો હતો વીજળી ના હોવાના કારણે આગ બુજવવા પાણી ની સમસ્યા નડી હતી પરંતુ સ્થાનિક દુકાનદારો અને યાત્રાળુઓએ દુધિયા તળાવ માથી કારબા ,ડોલ તથા હાથવગા સાધન વડે પાણી છાંટતા કલાકો ની જહેમત બાદ આગ કાબૂ માં આવી હતી સ્થાનિક યાત્રાળુ અને મંદિર પ્રશાસને ભારે જેહમત કર્યા બાદ આગ ઉપર કાબુ તો મેળવ્યો… પરંતુ આગ થી મંદિર ની લાઈટનું મુખ્ય વાયરીગ સળગી ગયું હતું.
જેથી સવાર સુધી વીજ પુરવઠો ખોરવાયો..હતો તે સિવાય અન્ય કોઈ નુકશાન થવા પામ્યું નથી આગ ઘટના થી ફરી એક વાર પાવાગઢની સફાઈ ને લઈને સવાલો ઉઠયા હતા સફાઈ એજન્સી દ્વારા જોખમી રીતે મંદિર ની નજીક માં આવો કચરો સંગ્રહ કર્યો અથવા તો ત્યાંથી સમય સર ઉપડયો ન હોવાથી આ ઘટના બની છે યાત્રાળુઓ દ્વારા નારિયેળ ના છોંતરા તથા કાચલીઓ આ જગ્યા ઉપર નાખતા હતા જ્યાં અકક્સ્મિક આગ લાગી હતી અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે જો આગ ઉપર સમયસર કાબૂ ન મેળવ્યો હોત તો નજીક માં આવેલી તમામ દુકાનોને મોટું નુકશાન થવા પામ્યું હોત પરંતુ સદનશીબે મોટી આફત ટળી હતી