National
બેંગલુરુમાં ઉદ્યાન એક્સપ્રેસમાં લાગેલી આગ, કલાકોની જહેમત બાદ આવી કાબુમાં
બેંગલુરુના સાંગોલી રાયન્ના સ્ટેશન પર આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ પર ઉભેલી ઉદ્યાન એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દક્ષિણ પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી
ટ્રેનમાં આગની ઘટના અંગે દક્ષિણ પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે ઉદ્યાન એક્સપ્રેસમાં સાંગોલી રાયન્ના રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ આગ લાગી હતી. મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યાના બે કલાક બાદ આ ઘટના બની હતી. કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમ અને નિષ્ણાતો સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
તેમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું
રેલવે અધિકારીઓએ માહિતી આપી હતી કે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી ઉપડેલી ઉદ્દાન એક્સપ્રેસ શનિવારે સવારે 5.45 વાગ્યે સાંગોલી રાયન્ના રેલવે સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેનના કોચ B-1 અને B-2માં ધુમાડો જોવા મળતાં સવારે લગભગ 7.10 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રેનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેની ચકાસણી કરવામાં આવી રહી છે.