International
ઈજિપ્તના સિનાઈમાં ફાયરિંગની ઘટના, હુમલામાં વરિષ્ઠ અધિકારી સહિત ચારના મોત
રવિવારે ઇજિપ્તના સિનાઇમાં પોલીસ બિલ્ડિંગમાં ગોળીબારની ઘટના બની હતી. ફાયરિંગની ઘટનામાં એક વરિષ્ઠ અધિકારી સહિત ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
હુમલામાં 21 જવાનો ઘાયલ થયા છે
અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર સિનાઈ પ્રાંતની રાજધાની અલ-આરિશમાં રાષ્ટ્રીય સુરક્ષા મુખ્યાલયમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 21 અન્ય સૈનિકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ, ગોળી વાગવાથી કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને ટીયર ગેસના કારણે કેટલાક જવાનોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. મળતી માહિતી મુજબ ઘાયલોમાં આઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
હુમલા પાછળનું કારણ શું છે?
તમને જણાવી દઈએ કે ફાયરિંગની ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તેમજ મંત્રાલય તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
ઉત્તર સિનાઈ એ ઈસ્લામિક આતંકવાદીઓની આગેવાની હેઠળના વિદ્રોહ સામે વર્ષોથી લડાઈનું સ્થળ છે. અગાઉ પણ અહીં હુમલા થયા છે. આતંકવાદીઓએ મુખ્યત્વે સુરક્ષા દળો અને ખ્રિસ્તીઓને નિશાન બનાવીને હુમલા કર્યા છે.