Connect with us

Vadodara

સમલાયા માં જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા યુવાનો અને ખેડૂતોને ફર્સ્ટ એઈડ અને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાઈ

Published

on

સાવલી તાલુકાના સમલાયાં ખાતે જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા યુવાનો અને ખેડૂતો માટે ફર્સ્ટ એઈડ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

સાવલી ના સમલાયા ખાતે જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશને પોતાના સશક્તિકરણ કાર્યક્રમ યોજ્યો હતો તેના ભાગરૂપે યુવા અને ખેડૂતો (પુરુષ અને મહિલા) માટે ફર્સ્ટ એઈડ અને ફાયર સેફ્ટી ટ્રેનિંગ પર જન સચેતના કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તાલુકાના નાગરિકો તેમજ યુવાનો  ના પરિવાર ના સભ્યોને આગ સાપ કરડવું જેવી સ્થિતિમાં  તાત્કાલિક બળતરાની અને દુર્ઘટનાની પરિસ્થિતિમાં જાગૃત અને સજાગ બનાવવાનો હતો. આ કાર્યક્રમમાં આગ થી દાઝી જવાની સ્થિતિ માં બર્નની સ્થિતિમાં ફર્સ્ટ એઈડ: બર્ન ઇજાને કઈ રીતે ઓળખવી અને તાત્કાલિક કયા પગલાં લેવા તે અંગે ઊંડી સમજ આપવામાં આવી હતી તેમજ સાપ કરડવાની સ્થિતિમાં ફર્સ્ટ એઈડ: સાપના ડંખ ના લક્ષણો અને પ્રાથમિક સારવારના પગલાં લેવા બાબતે તેમજ આકસ્મિક દુર્ઘટનાની સ્થિતિમાં ફર્સ્ટ એઈડ: સામાન્ય દુર્ઘટનાઓમાં પ્રાથમિક મદદ કઈ રીતે કરવી. તેમજ ઘરમાં આગની સલામતી: ઘરમાં આગથી બચવા માટેની સલામતી માર્ગદર્શિકા. તેમજ આગ અગ્નિ દાવ પકડણ અને તેનો ઉપયોગ: અગ્નિશામક ઉપકરણોની ઓળખ અને ઉપયોગની કળા શિખવવામાં આવી હતી        આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પંથકવાસી ઓ એ  ઉત્સાહથી  ભાગ લીધો હતો  સમગ્ર ટ્રેનિંગ દરમિયાન, તાલીમકારોએ વાસ્તવિક પરિસ્થિતિઓમાં કામ આવતી જાણકારી અને કૌશલ્ય પર ભાર મૂક્યો હતો

Advertisement

આ પ્રસંગે જ્યુબિલન્ટ કંપની માથી ઉપસ્થિત પીઆર હેડ ધરમ પંડ્યા અને સીએસઆર હેડ ધોની અરોરા, ઓએસસીના ડોક્ટર કલ્પેશ અને વાયર અને સેફટી ડિપાર્ટમેન્ટ માંથી મનોજસિંગ દ્વારા જણાવ્યું કે, “આ કાર્યક્રમ દ્વારા અમે ફક્ત જ્ઞાન આપવાનું નથી, પરંતુ પ્રત્યેક વ્યક્તિને આકસ્મિક પરિસ્થિતિમાં તે જ્ઞાનને પ્રયોગમાં લાવવાની ક્ષમતા આપવી છે. આ અભિયાન સમુદાયને વધુ સુરક્ષિત અને સજાગ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”આ કાર્યક્રમ ના અંતમાં  જ્યુબિલન્ટ ભરતીયા ફાઉન્ડેશને સંકલ્પ કર્યો છે કે, તે ભવિષ્યમાં પણ આવા જન સચેતના કાર્યક્રમો દ્વારા સમુદાયને સજાગ અને સુરક્ષિત બનાવવાનું યથાશક્તિ પ્રયાસ કરવા નું વચન આપવામાં આવ્યું હતું

તસવીર માં સાવલી સમલાયા ખાતે જ્યુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ તાલીમ કેન્દ્ર ની તસવીરો નજરે પડે છે

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!