Gujarat

શ્રી એમ એસ આર્ટસ કોલેજ વાઘજીપુર માં પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન દ્વારા સેમિનાર કરવામાં આવ્યો

Published

on

IBM સ્કિલબિલ્ડ એ એક મફત શિક્ષણ કાર્યક્રમ છે જે પુખ્ત વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મૂલ્યવાન નવી કુશળતા વિકસાવવામાં અને કારકિર્દીની તકો મેળવવામાં મદદ કરે છે. આ પ્રોગ્રામમાં ભાગીદારોના વૈશ્વિક નેટવર્ક સાથે મળીને વિતરિત વૈવિધ્યપૂર્ણ વ્યવહારુ શિક્ષણના અનુભવો દ્વારા પૂરક ઓનલાઈન પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

આ સેમિનાર માં શ્રી એમ એસ આર્ટસ કોલેજ વાઘજીપુર ના આચાર્ય ડો. અશોક બારિયા અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન પંચમહાલ માથી ડિસ્ટ્રીક હેડ જમીલા શેખ હાજર રહ્યા હતા અને વિધાર્થીઓ ને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સેમિનાર માં વિધાર્થીઓ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), જોબ એપ્લિકેશન એસેન્શિયલ્સ અને માહિતી ટેકનોલોજી મૂળભૂત જેવા કોર્સ કરાવવામાં આવ્યા હતા આ વર્કશોપ માં 150 થી વધારે વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને ઇ લર્નિંગ સર્ટિફિકેટ મેળવ્યા. આ વર્કશોપ નું આયોજન પ્રો. નરેશ પટેલ અને વિનોદ ગરાસિયા અને ઇમરાન ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version