Dahod
પાંચ મિત્રો જન્મ દિવસની ઉજવણી કરવા જતા હતા બે ને મોત ભરખી ગયું

(પંકજ પંડિત દ્વારા)
ગત રોજ તારીખ 03-07-2023 સોમવારના રોજ રાત્રીના 11: 30 વાગ્યે ઝાલોદ થી લીમડી જતાં હાઇવે પર સાંપોઇ મુકામે ઈનોવા ગાડી જેનો નંબર GJ18BE7500 પલ્ટી ખાઈ ગઈ હતી અને ગાડીમાં સવાર પાંચ વ્યક્તિ માંથી બે ના મૃત્યુ તેમજ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થતાં દાહોદ ખાતે અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે.
નગરમાં ચાલતી વાતો મુજબ રાજ ધર્મેન્દ્ર લખારાનો જન્મ દિવસ હોવાથી પાંચ મિત્રો અંશુલ ,શેહબાજ, કાનો ( અંકુર ) અને દેવ મિત્ર રાજ ને લઈ ઈનોવા ગાડી લઈ જન્મ દિવસની ઉજવણી કરવા ગયેલ હતા તે દરમિયાન લીમડી થી ઝાલોદ તરફ ઈનોવા ગાડીમાં સવાર થઈ આવતા હતાં. ઈનોવામાં સવાર થઈ પાંચેય મિત્રો આવતા હતાં ત્યારે ઈનોવાના ચાલક દ્વારા બેફિકરાઈ તેમજ પૂરઝડપે ગાડી લીમડી થી ઝાલોદ તરફ હંકારવામાં આવી રહી હતી તે દરમિયાન ઈનોવાના ચાલક દ્વારા સ્ટેયરીંગ પર કાબુ ગુમાવી બેસતા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી.
ઈનોવા ગાડી પલ્ટી ખાઈ જવાના સમાચાર નગરમાં ફેલાતા ગાડીમાં સવારના પરિજનો તેમજ નગરજનો મોટા પ્રમાણમાં સાંપોઇ મુકામે ગાડી પલ્ટી ખાઈ ગયેલ હતી તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં 108 એમ્બ્યુલન્સ પણ આવી ગયેલ હતી. પાંચેય ખૂબ ગંભીર રીતે ઘાયલ લોકોને અલગ અલગ હોસ્પિટલોમા સારવાર માટે મોકલવામાં આવેલ હતા.
સરકારી દવાખાને ગંભીર રીતે ઘાયલ થયેલ અંશુલ રાઠોડને સારવાર અર્થે લાવવામા આવેલ હતું ત્યાં હોસ્પિટલના ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવેલ હતો તેમજ કાનો ( અંકુર ) લખારાનુ પણ સારવાર દરમ્યાન મોત થયેલ હતું. બાકી ત્રણ વ્યક્તિઓને પણ વધુ ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે દાહોદ મુકામે અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
નગરના પાંચ લોકોના અકસ્માતની ઘટનાના સમાચાર મળતાં નગરના લોકો સવારે સરકારી દવાખાને ઉમટી પડેલ હતા તેમજ અકસ્માતમાં મૃત્યુ થયેલ નગરના યુવાઓ પ્રત્યે સહુ કોઈને સહાનુભૂતિ જોવા મળતી હતી.