Panchmahal
ભાણપુરાના સરપંચ સામે પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી
ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામના સરપંચ પરમાર મીનાબેન સામે પાંચ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુક્તિ અરજી ભાણપુરા તલાટી કમ મંત્રીને આપી હતી. તલાટી કમ મંત્રી દ્વારા આજથી 15 દિવસમાં આ બાબતે સભા બોલાવવાની જાહેરાત કરી હતી.
ઘોઘંબા તાલુકામાં સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે સરસવા, માલુ, પછી ભાણપુરામાં પણ વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો દશરથભાઈ રાઠોડ, ધર્મિષ્ઠાબેન પરમાર, કોકીલાબેન રાવળ, રયલી બહેન તથા અંજલીબેન મકવાણાએ વિવિધ આક્ષેપો સાથે આજરોજ તાલુકા પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી મોકલી હતી પરંતુ પંચાયતના ધારા ધોરણ મુજબ આ અરજી પહેલા તલાટી કમ મંત્રીને આપવાની હોય.
અવિશ્વાસની દરખાસ્ત કરનાર સભ્યોએ ભાણપુરા તલાટી કમ મંત્રી અને દરખાસ્ત આપી હતી તલાટી કમ મંત્રી દ્વારા 15 દિવસમાં આ બાબતે સભા બોલાવવાની ખાતરી આપી હતી.