Panchmahal

અંઘાડી ખાતે ભાજપનો ચૂંટણી પ્રચાર ઉમેદવાર ઉપર પુષ્પવર્ષા

Published

on

  • મોટીસંખ્યામાં અંઘાડી ગામના લોકોએ ઉમેદવારને વધાવ્યા
  • રેલી સ્વરૂપે વાજતે ગાજતે જંગી લીડની આશ સાથે ઉમેદવારને સભા મંડપ ખાતે લઈ જવામાં આવ્યા

પંચમહાલ ૧૮ લોકસભાના ભાજપ પક્ષના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચારનો ગળતેશ્વર તાલુકાનો શુભારંભ અંઘાડી ખાતેથી કરાયો. અંઘાડી પૂર્વ સરપંચ મીનેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારને સજાવેલા ટ્રેકટરમાં ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે બેસાડી ડીજેના ભાજપ ચૂંટણી પ્રચારના ગીતો સાથે મતદાર પ્રજાના ઉત્સાહ સાથે સભા સ્થળે લઈ જવામાં આવ્યા. જ્યાં ૨૫૦૦ જેટલા મતદારો હાજર રહ્યા હોવાનું અનુમાન છે. મોટી સંખ્યામાં પ્રથમ પ્રચાર સભાથી ઉમેદવાર સહિત કાર્યકરોના મનોબળમાં વધારો જણાયો. સાથે ઉમેદવારને પ્રજા વતી અંઘાડીના પૂર્વ સરપંચે જંગી લીડનો આશાવાદ અપાવ્યો

આ અંગે મિનેશભાઈ પટેલ પોતાના સ્વાગત પ્રવચનમાં અગાઉની ટર્મના ઉમેદવારોને પણ અંઘાડીથી શરૂઆત કરવામાં મળેલી સફળતા ટાંકતા જણાવ્યું હતું કે ભાજપને મત કેમ? તો કલમ 370 નાબૂદી, રામમંદિર અને CAA જેવા મુદ્દાઓ ને ભાજપે આપેલા વચનની પૂર્તિ કરી છે. સાથે અનેકવિધ યોજનાથી પ્રજાલક્ષી નિર્ણયો લીધા હોવાને કારણે તેમના પ્રવચનથી મતદાર પ્રજાએ બે હાથ ઊંચા કરી જોરશોરથી તેમના તરફથી ઉમેદવાર માટે જંગી લીડ આપવાનો આશાવાદ આપવામાં આવ્યો હતો.

(પ્રતિનિધિ-રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)

Advertisement

Trending

Exit mobile version