Gujarat
ઘોઘંબામાં જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી (ઘોઘંબા) પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઘોઘંબામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી જાહેરસભા તથા નવા માર્કેટિંગયાર્ડ થી બિરસામુંડા સર્કલ સુધી સોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ ભારત દેશ એટલે મહાપુરૂષોની પુણ્યભૂમિ અને આ જ પુણ્યભૂમિમાં અવતરેલા યુગ પુરૂષ એટલે આપણા ભગવાન બિરસા મુંડા. જેમણે હિન્દુ સંસ્કૃતિ, જળ, જમીન, જાનવર, જંગલ સહિત રાષ્ટ્રની રક્ષા અને સંવર્ધન કાજે માત્ર ૨૫ વર્ષની ઉંમરે જ બલિદાન આપી જનજાતિ સમાજની ત્યાગ-બલિદાન અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી સમાજ સહિત સમગ્ર દેશને ગૌરવ બક્ષ્યું. આ યુગપુરૂષ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આપણા ઘોઘંબાની પાવન ધરામાં હોઇ આપણે સૌ “તૂ – મૈ એક રક્ત” ને ચરિતાર્થ કરવા સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ૨૫ વર્ષની અલ્પાયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વ્હોરી લેનાર જન નાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાહેર સભાના જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના બળવંતસિંહ રાવત તેમજ પંચમહાલ જિલ્લાના જયદેવ રાઠવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા એ.પી.એમ.સી માર્કેટ થી બિરસા મુંડા સર્કલ સુધી યોજાય હતી જેમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટી સહિતની વિવિધ રાષ્ટ્રીય પક્ષના આગેવાનો જોડાયા હતા. આ તરફ આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતિ કલ્યાણ આશ્રમ ના ઉપક્રમે ઘોઘંબામાં આદિવાસી જન જાગૃતિ સમિતિ દ્વારા એ.પી.એમ.સી માર્કેટ રાજગઢ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરી ફાટક પાસે બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી
(ઘોઘંબા)
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ઘોઘંબામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો તથા આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહી જાહેરસભા તથા નવા માર્કેટિંગયાર્ડ થી બિરસામુંડા સર્કલ સુધી સોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ
ભારત દેશ એટલે મહાપુરૂષોની પુણ્યભૂમિ અને આ જ પુણ્યભૂમિમાં અવતરેલા યુગ પુરૂષ એટલે આપણા ભગવાન બિરસા મુંડા. જેમણે હિન્દુ સંસ્કૃતિ, જળ, જમીન, જાનવર, જંગલ સહિત રાષ્ટ્રની રક્ષા અને સંવર્ધન કાજે માત્ર ૨૫ વર્ષની ઉંમરે જ બલિદાન આપી જનજાતિ સમાજની ત્યાગ-બલિદાન અને સમર્પણની ભાવનાને ઉજાગર કરી સમાજ સહિત સમગ્ર દેશને ગૌરવ બક્ષ્યું. આ યુગપુરૂષ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી આપણા ઘોઘંબાની પાવન ધરામાં હોઇ આપણે સૌ “તૂ – મૈ એક રક્ત” ને ચરિતાર્થ કરવા સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેની અવિસ્મરણીય લડાઈમાં માત્ર ૨૫ વર્ષની અલ્પાયુમાં પોતાના પ્રાણની આહુતિ આપી શહાદત વ્હોરી લેનાર જન નાયક ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના ભરૂચીનાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જાહેર સભાના જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત પ્રાંતના બળવંતસિંહ રાવત તેમજ પંચમહાલ જિલ્લાના જયદેવ રાઠવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રા એ.પી.એમ.સી માર્કેટ થી બિરસા મુંડા સર્કલ સુધી યોજાય હતી જેમાં આદિવાસી સમાજના આગેવાનો સહિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો તેમજ ભારતીય જનતા પાર્ટી સહિતની વિવિધ રાષ્ટ્રીય પક્ષના આગેવાનો જોડાયા હતા.
આ તરફ આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જનજાતિ કલ્યાણ આશ્રમ ના ઉપક્રમે ઘોઘંબામાં આદિવાસી જન જાગૃતિ સમિતિ દ્વારા એ.પી.એમ.સી માર્કેટ રાજગઢ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી અને મામલતદાર કચેરી ફાટક પાસે બિરસા મુંડા સર્કલ ખાતે બિરસા મુંડા ની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી