Connect with us

Surat

સુરત અને મુંબઈને જોડતી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ નવા રંગરુપ સાથે ફરી શરૂ

Published

on

Flying Rani Express connecting Surat and Mumbai resumes with new livery

(સુનિલ ગાંજાવાલા સુરત)

રાજ્યમાં સુરત અને મહારાષ્ટ્રના મુંબઈને જોડતી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ નવા રંગ રૂપ સાથે ફરી શરૂ કરવામાં આવી છે. જેમાં સફાઈ, સુરક્ષા સહિતના તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. રેલવે દ્વારા આ નવી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન અપડાઉન અને પાસ હોલ્ડરો માટે શરૂ કરાઈ છે. કોરોના મહામારી દરમિયાન ટ્રેનો બંધ કરવામાં આવી હતી. ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન 2 મહાનગરોના વ્યવસાયિક સંબંધોને જોડતી ટ્રેન ડબલ ડેકરની જગ્યાએ નોર્મલ કોચમાં શરૂ કરવામાં આવી છે.

Advertisement

Flying Rani Express connecting Surat and Mumbai resumes with new livery

કેન્દ્રીય રાજ્ય રેલ મંત્રી દર્શનાબેનના હસ્તે મુંબઈથી રવિવારે ટ્રેનની શરૂઆત કરાવવામાં આવી છે. સાથે રાજ્ય રેલ મંત્રી દર્શનાબેને પણ ટ્રેનમાં યાત્રા કરી યાત્રાનો આનંદ માણ્યો હતો. હવેથી ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન ડબલ ડેકરની જગ્યાએ નવા કોચ સાથે શરૂ કરવામાં આવી છે. 73 વર્ષ પહેલાં સુરત અને મહારાષ્ટ્રના મુંબઈ શહેર માટે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. છેલ્લે ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન કોરોના મહામારી દરમ્યાન બંધ કરવામાં આવી હતી. રેલવેમાં અપડાઉન કરતા યાત્રીઓની ડીમાન્ડને ધ્યાને રાખીને ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

Advertisement
error: Content is protected !!