Surat
સુરત મનપાનું ફૂડ વિભાગ એક્શનમાં, શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના લેવાયાં
સુનિલ ગાંજાવાલા
હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે. ત્યારે સુરતમાં ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનની અંદર દરોડા પાડીને ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના લઈને પુત્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરીને ફરાળી વાનગીઓ આરોગતા હોય છે ત્યારે સુરતમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા દરેક ઝોનની અંદર ફરાળી લોટ સહિતના ફરાળી ખાદ્ય પદાર્થોના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દરેક ઝોનની અંદર ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વાર દુકાનોમાં દરોડા પાડીને અલગ અલગ ફરાળી વાનગીઓના નમુના લેવામાં આવ્યા હતા અને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રીપોર્ટ આવ્યા બાદ કોઈ ખામી જણાશે તો કાયર્વાહી કરવામાં આવશે તેમ ફૂડ ઓફિસર ડી.કે. પટેલેએ જણાવ્યું હતુંઉલ્લેખનીય છે કે અગાઉ મનપા દ્વારા આઈસ્ક્રીમ, મરી મસાલા સહિતની વાનગીઓના પણ નમુના લીધા હતા અને રીપોર્ટમાં ખામી જણાતા કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે હવે શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્ય પર્દાર્થોના પણ નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોક્લવમાં આવ્યા છે.