Business
Paytm FASTag વપરાશકર્તાઓ માટે, આવ્યા મહત્વના સમાચાર

બે કરોડથી વધુ Paytm ફાસ્ટેગ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર છે. રોડ ટોલિંગ ઓથોરિટીએ હાઈવે પ્રવાસીઓને પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાય 32 બેંકોને સૂચિબદ્ધ કરીને અધિકૃત બેંકો પાસેથી ફાસ્ટેગ ખરીદવાની સલાહ આપી છે.
ભારતીય રિઝર્વ બેંક (Paytm) એ આવતા મહિનાથી પેટીએમ પેમેન્ટ બેંકને સેવાઓ આપવાનું બંધ કરી દીધું છે. આવી સ્થિતિમાં Paytm ફાસ્ટેગ 29 ફેબ્રુઆરી પછી નિષ્ક્રિય થઈ જશે. NHAI ની ઈલેક્ટ્રોનિક ટોલિંગ શાખા IHMCL એ તેના સત્તાવાર હેન્ડલ પર અધિકૃત બેંકોની યાદી શેર કરી છે. આ યાદીમાં HDFC બેંક, ICICI બેંક, SBI, Axis બેંક, UCO બેંક સહિત 32 બેંકો પાસે આ વખતે Paytm પેમેન્ટ બેંક નથી.
EDએ Paytm અધિકારીઓની પૂછપરછ કરી
પેટીએમ પેમેન્ટ્સ બેંક પર તાજેતરના આરબીઆઈના ક્રેકડાઉનને પગલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પેટીએમના વરિષ્ઠ અધિકારીઓની પૂછપરછ કરી છે અને ઘણા દસ્તાવેજો એકત્રિત કર્યા છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય એજન્સી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ ફિનટેક કંપનીમાં RBI દ્વારા ફ્લેગ કરાયેલી કથિત અનિયમિતતાઓની ઔપચારિક તપાસ શરૂ કરવાનો નિર્ણય લેતા પહેલા દસ્તાવેજોની પ્રાથમિક તપાસ કરી રહી છે.