Connect with us

Dahod

લીમડી નગર ના ઇતિહાસ માં પ્રથમ વાર મોટા સંતો પધાર્યા

Published

on

For the first time in the history of Limdi town, big saints arrived

(પંકજ પંડિત ઝાલોદ)

યુવા હૃદય સ્પર્શી પ્રવચનકાર પરમ પૂજ્ય ગણીવર્ય મુનિરાજ શ્રી કલ્યાણ રત્ન વિજય જી મ સા આદી ઠાણા 60 અને સાધ્વી જી ભગવંત આદી ઠાણા ૩૦ સાથે મુમુક્ષુ ભાઈ – બહેન ૨૦* ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ઝાલોદ તાલુકામાં લીમડી નગરમાં જૈન સમુદાયની સંખ્યા ખૂબ મોટી છે. લીમડી નગરના જૈન સમાજના રહેવાશીયોની વિનંતીને માન્ય રાખી લીમડી નગરમાં ખુબ મોટા પ્રમાણમાં સંતો પધાર્યા હતા. મોટા મોટા સંતો આવવાના હોઇ લીમડી નગરના સહુ જૈન સમુદાય તેમજ અન્ય લોકો ખૂબ મોટા પ્રમાણમાં સંતોને આવકારવા માટે નગરની બહાર લેવા ગયેલ હતા. લીમડી નગરમાં પ્રવેશ કરતા જૈન સમુદાય દ્વારા સંતોનું નગર પરિભ્રમણ કરાવવામાં આવ્યું હતું.

For the first time in the history of Limdi town, big saints arrived

આટલા મોટા પ્રમાણમાં આવેલ સંતોનું સ્વાગત કરવા તેમજ આશીર્વાદ મેળવવા મોટા પ્રમાણમાં લીમડી નગરના રસ્તાઓ પર જન સમુદાય ઉમટી પડેલ હતું. લીમડી નગરના ઇતિહાસ માં પ્રથમ વાર યુવા હૃદય સ્પર્શી પ્રવચનકાર પરમ પૂજ્ય ગણીવર્ય મુનિરાજ શ્રી કલ્યાણ રત્ન વિજય જી મ સા આદી ઠાણા 60 અને સાધ્વી જી ભગવંત આદી ઠાણા ૩૦ સાથે મુમુક્ષુ ભાઈ – બહેન ૨૦ પધારેલ હતા. લીમડી નગરના જૈન સમાજ દ્વારા સંતોની સેવા અને વિસામાં ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!