Panchmahal
વિશ્વમા પ્રથમ વખત લોકમાતા વિશ્વામિત્રી ને સ્વચ્છ રાખવા પાવાગઢ થી પિંગળવાળા ની મહા પદયાત્રા યોજાઇ
લોકમાતા વિશ્વામિત્રી નું ઉદગમ સ્થાન પવિત્ર શક્તિ પીઠ પાવાગઢ છે જે બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર ના તપોબળ ની પ્રસાદી છે અને વિશ્વ વિરાસત સ્થળ પણ છે.વિશ્વમાં અતિ પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ મા ૧૦ મંડલ છે એમાં ત્રીજો મંડલ વિશ્વામિત્રી મંડલ છે એમાં ૬૨ સૂક્ત છે અને એનો ૧૦ મો મંત્ર ગાયત્રી મંત્ર છે.અતિ પ્રાચીન કાળ થી આ મહામંત્ર ની ઉપાસના વિશ્વ ભરમા થાય છે એનો સાત્વિક આધ્યાત્મિક સાર આખી માનવતા માટે સદા ઉપકારી છે.આશરે ૩૨૦૦ વર્ષ પહેલાં વિશ્વામિત્રી નદી કાંઠે માનવીય સભ્યતા નો ઐતિહાસિક ઉલ્લેખ છે.જે પ્રાચીન સંસ્કૃતિ જગત ના કલ્યાણ માટે સદા પ્રેરક છે.જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અને G૨૦ ભારત ની ભૂમિકા માટે અમે વહો વિશ્વામિત્રી મહા પદયાત્રા પાવાગઢ શ્રી મહાકાળી શક્તિ પીઠ અને વિશ્વામિત્રી ઉદગમ સ્થાન અને ચાંપાનેર શ્રી શ્વેતામ્બર જૈન મંદિર થી સવારે ૦૭.૦૦ વાગે થી પદ્મ શ્રી ડો મુનિભાઈ મહેતા દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાયો હતો અને હાલોલ શ્રી સાઈ મંદિર પહોંચ્યા બાદ કલરવ સ્કૂલ તથા અન્ય શાળા ના વિદ્યાર્થીઓ હાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલ સુઘી પદયાત્રા માં જોડાયા હતા.
આ પદયાત્રા વિશ્વ મા પહેલી વખત શરૂ થઈ છે જે વિશ્વામિત્રી પસાર થતા ગામ ચાંપાનેર, હાલોલ, કણજરી, રાજપુરા, પાલડી, વ્યાસેશ્વર, વડોદરા, પાદરા થઈ સંગમ સ્થાન પિંગળવાળા આશરે ૧૪૦ કિમી ની જન જાગૃતિ માટે યોગદાન આપશે. આ મહા પદયાત્રા ચાર માર્ચ નાં રોજ પૂર્ણ થશે જ્યારે આ પ્રસંગે વહો વિશ્વામિત્રી અભિયાનનાં પ્રેરક અને પદ્મ શ્રી ડો મુનિભાઈ મહેતા,એમ ડી.કમેન્ટ શ્રી પ્રેમરાજ જી,નીતિન ભાઈ શાહ,ગુજરાતના પતંજલિ યોગપીઠનાં પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી,મુખ્ય સંચાલિકા ડો કલ્પનાબેન જોશીપુરા તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા