Gujarat

આદિવાસીઓ માટે અખાત્રીજ એટલે પૂર્વજો નું પૂજન અર્ચન

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

આદિવાસી ઓ હંમેશા પ્રક્રુતિને પૂજવામાં માને છે, આદિવાસી ઓ દરેકે દરેક તહેવારો ની ઉજવણી રુતુચક્ર પ્રમાણે ઉજવતા હોય છે, અખાત્રીજ એ આદિવાસી ઓ માટે વર્ષ ની શરૂઆત નો પ્રથમ તહેવાર છે, અખાત્રીજે આદિવાસી ઓ પોતાના ખત્રી પૂર્વજો ને યાદ કરી પોતાના ખત્રી પૂર્વજો ના સ્થાનકો પર જરૂરી પૂજન વિધિ કરી, પોતાને ભાવતી વાનગી ઓ બનાવી ને ખાય છે તેમજ હવે વરસાદ આવવાની તૈયારી છે તે બાબતે એક બીજા પર પાણી નો છંટકાવ કરી એક બીજા ને પાણી થી ભીંજવી લોકો ને હર્ષોલ્લાસથી જણાવે છે. નાના બાળકો એ ખાખરાના ઝાડ નાં ડોરાંના ઘોડા બનાવી ને ગામ ફળીયા માં દરેક ના ઘરનાં ઝાંપે જઇને ગીતો ગાતાં ગાતાં એક એક ખાખરાના ડાળીઓ થી ઝાપટાં મારે છે જ્યારે એમની સાથે ફરતા બહેનો નું ગ્રુપ દ્વારા ગીતો ગાવી ને જેતે ઘરના સભ્યો ના નામ લઇને લટતા (માર્મિક શબ્દો થી) હોય છે.
આદિવાસી ઓ અખાત્રીજના મહિનાને પોતાના ઘરની પૂજન વિધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, અખાત્રીજે પાટલા પૂજન,પિઠોરા પૂજન,સમોણીયુ,પાણગુ જેવી વિવિધ પ્રકારની વિધિ ઓ ભારે આસ્થાભેર કરતા હોય છે.
આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે પ્રક્રુતિએ રુતુચક્ર પ્રમાણે અખાત્રીજથી ઘણી બધી રીતે બદલાવ લાવે છે, પ્રુથ્વી પણ મે મહિનામાં જૂની ખાલ ઉતારી ને નવી કૂંપળો થકી પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી નવોઢા ની જેમ નૈસર્ગિક સૌંદર્ય રેલાવવા માટે સજ્જ થઈ જાય છે, ઝાડ પર ના પાંદડા થી માંડી ને ઝાડનાં મૂળિયાં માં પણ નવી કૂંપળો ફૂટી નીકળે છે અને વગર વર્ષા -પાણી એ, સૂર્ય પણ આકાશ માંથી ધગધગતા અંગારા પૃથ્વી પર ફેંકી રહ્યો હોય એવાં તાપમાન છતાં પ્રક્રુતિ ના બેનમૂન વ્યવહાર થકી ઝાડ -મૂળ ની નવી કૂંપળો ફૂટી નીકળવું એ ..પ્રક્રુતિ એ જ પરમેશ્વર, પ્રક્રુતિ હી જીવન, સુવાક્ય ને સાર્થક કરે છે.
અખાત્રીજે નવા વર્ષ ની શરૂઆત ના લીધે ઘણા પ્રાણીઓ પોતાનો પ્રાકૃતિક વ્યવહાર બદલે છે તો કેટલાક પશુ પક્ષી ઓ જીવ જંતુઓ પોતાની રુવાંટી બદલે છે તો કેટલાક પોતાના શરીર પર નો રંગ બદલે છે તો કેટલાક પક્ષીઓ પોતાના જૂના પીછ ત્યજી ને નવા પીંછા આવતા હોય છે, કેટલાંક પશુ પક્ષી ઓ પોતાના અવાજ પણ બદલી દેતા હોય છે, પક્ષીઓ પોતાના અવાજથી નવા વર્ષ ના વધામણા કરતા હોય છે. આદિવાસી ઓ અખાત્રીજે જ મોટા ભાગે આખા વર્ષ ના બારેય મહિનાઓ કેવા વિતશે, વરસાદ કેવો થશે અને અનાજ ધાન્ય પાકો તેલીબિયાં, રોકડીયા પાકો સહિત ની ખેતી માં કેવી બરકત રહેશે તેનો અંદાજો અન્ય ઝાડ પર થતા ફળ ફુલ પરથી લગાવી દેતાં હોય છે,આ બધી બાબતો પર અંદાજો લગાવવા માટે પણ અલગ અલગ માન્યતા ઓ રહેલી છે, જેવી કે સિમળા ના ઝાડ પર થતા ડોડા જે પ્રમાણમાં લાગે તે પ્રમાણે મકાઇ નો પાક કેવો રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે,એજ પ્રમાણે ઉંબરા ના ઝાડ પર થતા ફળ પરથી જૂવાર નો પાક કેવો રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે, કાંકડીયાના ફળ પરથી કપાસ નો પાક કેવો રહેશે તેનો અંદાજ દરેક પાકો માટે લગાવવામાં આવે છે,આમ પહેલાં ના સમયમાં દુનિયા માં હવામાન જાણવા માટે ની કોઈ લેબોરેટરી નહોતી તે સમયે પણ આકાશ માં નો ચંદ્ર-તારા અને સૂર્ય ની સ્થિતિ થકી સારા ખરાબ સમય નો અંદાજ લગાવી દેતાં હોય છે.

Advertisement

જ્યારે દુનિયા માં ઘડિયાળ જેવા યંત્રની શોધ નહોતી થઈ ત્યારે પણ આદિવાસી ઓ સુર્ય અને ચંદ્ર-તારા ની સ્થિતિઓ જોઈ સમય નો સચોટ અંદાજ લગાવી દેતાં હતા. વિશ્વ માં કોઈ હવામાન ચક્ર વિશે આગાહી કરવા માટે કોઈ પ્રકારની સાધન પધ્ધતિ ઓ નહોતી ત્યારે વાદળોના આકાર અને પ્રકાર જોઇ ને ક્યા સમયે કેટલા પ્રમાણમાં વરસાદ પડશે નું જણાવતા.આમ પ્રક્રુતિ ના તમામ નિયમો ને ભણી ચૂકેલો આદિવાસી પ્રક્રુતિ ની ભાષા સમજી શકતો હોવાને લીધે જ આ અંદાજ લગાવી શકે છે,અને એટલે જ પ્રુથ્વી, આકાશ,પવન, અગ્નિ, પાણી ની ઉપાસના અને પૂજન કરનારો આદિવાસી પ્રક્રુતિ પૂજક તરીકે ઓળખાય છે.
વિશ્વ માં જ્યારથી મૂડીવાદી વિચાર ધારા નો જન્મ થયો ત્યારથી માણસ માનવ મટીને સંવેદનશીલતા ગુમાવી ને સ્વાર્થી બની ગયો છે, સંગ્રહ ખોરી દાનત નહોતી ત્યારે પર્યાવરણ સંતુલિત હતું,નદી નાળા ઓ ભર ઉનાળે પણ છલકાતાં રહેતા, જંગલોમાં હરીયાળી રહેતી, તે સમયે પક્ષીઓ નો કલરવ પણ કાંઈક અલગ જ માધુર્ય રેલાવતા, જંગલોમાં અનેક પ્રકારના ફળ ફુલ ખીલી ઉઠતા, શરીરને સ્વસ્થ રાખવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારનાર ઔષધીય ગુણોથી ભરપૂર ફળ ફુલ અને કંદમૂળ થકી બિમારી ઓ પણ નહિવત પ્રમાણમાં જોવા મળતી.
વિકાસ ના નામે થઇ રહેલા પ્રક્રુતિ ના હનન થી વ્યથિત થઈ પ્રક્રુતિ એ જાણે પોતાની બદલી ને કોરોના જેવી મહામારી થી દુનિયા ના કાનમાં એલાર્મ રુપે ઘંટડી વગાડી ને હવે બસ કર નું જણાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.

* અખાત્રીજે ખેતી ના ઓજારોની પણ સફાઈ કરી ને કામ ની શરૂઆત કરવામાં આવે તેમજ બળદો નેં પણ જરુરી પૂજન વિધિ કરી કામે લગાડવામાં આવે.
* અખાત્રીજ બાદ જમીન માં પાણી ના તળ ઊંચા આવી જતા હોય છે, અને પાણી ના ધોધ ના અવાજ પણ બદલાઈ જતા હોય છે.
* અખાત્રીજ બાદ વરસાદ ગમ્મે ત્યારે આવી શકે તેવી ધારણા થી લોકો ઢોર ઢાખર નો ઘાસચારો યોગ્ય જગ્યાએ મુકવા તથા ઘરના નળીયા ચાવળવા, નેવાની નીકો બનાવી યોગ્ય રીતે પાણી ના નિકાલ વ્યવસ્થા જેવા કામોમા લાગી જાય છે.

Advertisement

Trending

Exit mobile version