Gujarat

ધાબળાની આડ માં લઈ જવાતો 15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

(રીઝવાન દરિયાઈ(ખેડા:ગળતેશ્વર )
ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના અમદાવાદ ઇન્દોર પર મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ પરથી સેવાલિયા પોલીસે એક કન્ટેનરમાં ધાબળા ભરેલ મીણીયાના કાર્ટૂનોની આડમાં લઇ જવાતા ૧૫.૧૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે હરિયાણાના બે શખ્સોને ઝડપી પાડીને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Foreign liquor worth 15 lakhs was caught under the cover of a blanket

મળતી માહિતી મુજબ મહારાજના મુવાડા પાસે આવેલ નવીચેકપોસ્ટ પર સેવાલિયા પોલીસ સ્ટાફના રાહુલકુમાર રબારી તેમજ સ્ટાફના અન્ય જવાનો વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન ગોધરા તરફથી ટ્રક નં. HR-67-A-9360 આવતા તેનું ચેકીંગ કરતા તેમાં ધાબળા ભરેલ મીનીયાણા કાર્ટૂન મળી આવ્યા હતા જેથી ટ્રકમાં અંદરની તરફ વધુ તપાસ કરતા કાર્ટૂનોની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી હતી અને તેમનું નામઠામ પૂછતાં રીશુ સમરા ડુમ (રહે.પસીનાકલા ,હરિયાણા ) તેમજ અનિલ હુકમસિંહ ગુર્જર (રહે.પટ્ટી કલ્યાણા, હરિયાણા )હોવાનું જણાવ્યુ હતું. સેવાલિયા પોલીસે કન્ટેનરને પોલીસ મથકે લાવીને ગણતરી કરતા officer choice માર્કની ૭૫૦ ml. ની પ્લાસ્ટિકની વિદેશી દારૂની બોટલો મળી કુલ ૩૦૨૩ નંગ મળી આવ્યા હતા.
જેની કિંમત ૧૫ લાખ ૧૧ હજાર ૫૦૦/- છે. તેમજ પોલીસને પકડાયેલા ગુનામાં વપરાયેલ વાહન તેમજ અન્ય મળી કુલ રૂપિયા ૨૧ લાખ ૧૭ હજા૨ ૫૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version