Connect with us

Kheda

કડક દારૂ બંધી વચ્ચે ડાકોરમાં કપડવંજ રોડ પરથી 37.77 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

Foreign liquor worth 37.77 lakhs was seized from Kapdwanj Road in Dakor amid strict liquor ban

બ્યુરો હેડ બસર ચિશ્તી ડાકોર ગુજરાત…

ડાકોર પોલીસના માણસો ગતરાત્રે કપડવંજ રોડ પર આવેલ ડોન બોસ્કો સ્કૂલ પાસે વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન મરૂન કલરના કન્ટેનર નંબર (DL 1 LAJ 0694) આવતાં પોલીસે આ કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનરમાં બેઠેલ ડ્રાઇવર તેમજ ક્લીનરને નીચે ઉતારી નામ ઠામ પૂછતા ડ્રાઇવર રામલાલ નાનજી પટેલ (રહે.દેવગામ, ઉદેપુર, રાજસ્થાન) અને ક્લીનર શોભાલાલ ગોકુળજી રાયકા (રહે.સાવાગામ, ચિત્તોડગઢ, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. આ બંધ બોડીનું કન્ટેનરમાં શું ભરેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા આ બંને વ્યક્તિઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને પોલીસને સરખો જવાબ ન મળતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.Foreign liquor worth 37.77 lakhs was seized from Kapdwanj Road in Dakor amid strict liquor ban

જે માલ ભરેલ છે તેના બિલ માગતા ડ્રાઇવરે એક બિલ રજુ કર્યું હતું. જોકે પોલીસને શંકા જતા કન્ટેનરની કેબિનમાં તપાસ હાથ ધરી હતી જ્યાંથી અન્ય એક બિલ પણ હાથ લાગ્યું હતું. જોકે વાહન નંબર મેચ ન થતાં પોલીસે આ બંને વ્યક્તિઓને સાથે રાખી કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી જોતા પોલીસ પણ ખુદ ચોકી ઉઠી હતી.અહીંયા પુઠાના બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો હોવાથી પોલીસે વાહન અને ડ્રાઇવર કંડકટરને પોલીસ જાપ્તા સાથે ડાકોર પોલીસ મથકમાં લાવી ગણતરી કરતા વિદેશી દારૂની 37,776 બોટલો કિંમત રૂપિયા 37 લાખ 77 હજાર 600નો મળી આવ્યો હતો. આટલો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તે દિશામાં પોલીસે પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા ઉપરોક્ત દારૂનો જથ્થો મહારાષ્ટ્ર ખાતેથી લાવવામાં આવ્યો છે. જેમાં માંગીલાલ અને નાથુલાલ નામના બુટલેગર અને અન્ય એક વ્યક્તિએ આ દારૂનો જથ્થો તેઓ ગુજરાતમાં જ્યાં કહે ત્યાં પહોચાડવાનો હતો. પોલીસે આ બનાવમાં વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 49 લાખ 91 હજાર 830નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 6 વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

 

Advertisement
error: Content is protected !!