Gujarat

શાકભાજી ની આડમાં લઈ જવાતો 4.44 લાખ નો વિદેશી દારૂ ઝડપાયો

Published

on

હાલોલ રૂરલ પોલીસે પેટ્રોલીગ દરમિયાન શાકભાજી ની આડમાં લઈ જવાતો 4.44 લાખ નો ભારતીય બનાવટ ના વિદેશી દારૂ ના જથ્થા સાથે એક સગીર સહીત બે ને ઝડપી પાડી વિદેશી દારૂ, રૂ.3 લાખની બોલેરો ગાડી મોબાઈલ તેમજ રોકડ રકમ સહીત 7,49,200/- નો મુદ્દામાલ કબ્જે કરી ચાર સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ ગ્રામ્ય પોલીસ દિવાળીના તહેવાર ને લઇ હાલોલ પાવાગઢ રોડ ટીમ્બી ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન એક સફેદ બોલેરો ગાડી આવતા પોલીસે તેને રોકવા નું જણાવતા ગાડી ચાલાક ગાડીને ભગાવી મુક્તા પોલીસે તેને પોછો કરી ઝડપી પાડી ચાલકને પુછપરછ કરતા જણાવ્યું હતું કે ગાડીમાં દૂધી (શાકભાજી )ની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છે.જેથી હું ગભરાઈ ગયો હતો જેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસે વધુ પૂછપરછ કરતા તેનું નામ મદન અંતરસીંગ મડલોઈ રહે,ગડત કોટવાલ અલીરાજપુર તેમજ તેની સાથે કાયદાના સંગર્ષમાં આવેલ એક કિશોર હતો.જયારે મહેતાબ રહે. અલીરાજપુરના એ માલ ભરી આપેલ અને પાદરા ગામે આપવાનો હતો પરંતુ તેનું નામ ખબર ન હતી જેથી પોલીસે ગાડી માં તપાસ કરતા રૂપિયા 4,44,000/- નો ભારતીય બનાવટ નો જુદી જુદી બ્રાન્ડ નો  વિદેશી દારૂ નો જથ્થા મળી આવતા પોલીસે રૂપિયા 300000/- ની બોલેરો ગાડી. રૂપિયા 4000/- નો  મોબાઈલ તેમજ અંગ જડતી કરતા મળી આવેલ રોકડ રકમ રૂપિયા 1200/- સહીત કુલ 7,49,200/- નો મુદ્દામાલ કબ્જે કરી આ ચારેય આરોપીઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Trending

Exit mobile version