Dahod

દાહોદ ના ખંગેલા થી 47 લાખનો પરપ્રાંતીય દારૂ ઝડપાયો

Published

on

દાહોદ એલસીબી તથા કતવારા પોલીસે ખંગેલા ગામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઉપરથી ૪૭ લાખ ઉપરાંતની કિંમતનો ભારતિય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કુલ ૭૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એક ઇસમની ધરપકડ કરી છે.

દાહોદ એલસીબી પીઆઇ, આર સી કાનમીયાની સુચના મુજબ એલ સી બી પી એસ આઇ, આર બી ઝાલા સહિતની એલસીબીની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા, તે સમયે પી એસ આઇ એચ બી રાણા તથા કતવારા પોલીસ સ્ટેશના માણસો પણ પેટ્રોલીંગમા નિકળેલ હતા. તે દરમ્યાન એલ સી બી પી આઈ, આર સી કાનમીયાને બાતમી મળી હતી કે, એક ટાટા કંપનીના મરૂન કલરના ટ્રક નંબર યુપી-૯૪-ટી-૦૫ ૫૫ મા ઇગ્લીશ દારૂ ભરેલ છે. જે ટ્રક હાલ મધ્યપ્રદેશ બાજુથી દાહોદ, ગોધરા, અમદાવાદ થઇ રાજકોટ થઇ જુનાગઢ, પોરબંદર તરફ જનાર છે.

Advertisement

જે બાતમીના આધારે એલ સી બી તથા કતવારા પોલીસે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને રોકાવી તેમા તપાસ કરતા પોલીસને ટ્રકમાથી સફેદ પાઉડરની આડમા લઇ જવાતો રૂ.47,48,760 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૯૫૯ પેટીઓ જેમા ૧૧૫૦૮ નંગ બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે રૂ.47,48,760 ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા ૭૭,૫૩,૭૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુજરાતમા દારૂ ઘુસાડતા ટ્રક ચાલક રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મોહનલાલ ધીમારામ ઉર્ફે ઘીમારામજી બિશ્નોઇને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version