Gujarat
અનુસૂચિત જન જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ
રાજય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓની કચેરી દ્વારા આયોજીત અનુસૂચિત જન જાતિના જેઓ ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનુ આયોજન અત્રેના પંચમહાલ જીલ્લામાં યોજવામાં આવનાર છે.
અનુસુચિત જન જાતિના યુવક યુવતિઓ માટે વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ અન્વયે ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૪માં આ કાર્યક્રમમાં પસંદગી પામેલ ૧૦૦ યુવક યુવતિઓને ૧૦ દિવસના આ કાર્યક્રમમાં ભાગ લેવાનિ તક આપવામાં આવશે. ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારો એ વિગતો સાથેની અરજી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓની કચેરી, પંચમહાલ, જીલ્લા સેવા સદન ભાગ-૨, રૂમ નં.૩૫ પ્રથમ માળ, ગોધરા, જી. પંચમહાલ ૩૮૯૦૦૧ ખાતે મોકલી આપવાની રહેશે.
વધુ માહીતી માટે પ્રાંત યુવા વિકાસ અધીકારી રાહુલ તડવિ મો.૯૦૯૯૧૩૨૨૬૫ , જીલ્લા યુવા વિકાસ અધીકારી રાજેશ પારગી મો. ૯૧૦૬૨૨૫૦૫૧ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
અરજી માટે
૧. પુરૂ નામ / સરનામુ (પુરાવા સાથે-આધાર કાર્ડ/રેશન કાર્ડ/શાળા-કોલેજનુ આઇકાર્ડ પ્રમાણીત નકલ)
૨. જન્મ તારીખ (એલ.સી.ની પ્રમાણીત નકલ)
૩ શૈક્ષણીક લાયકાત/ વ્યવસાઇ અંગેની માહીતી
૪. પર્વતારોહણ , એન.સી.સી., એન.એસ.એસ. કે સ્કાઉટ ગાઇડ, હોમગાર્ડ જેવી પ્ર્વુતિઓની શીબીર ની વિગત
૫. વાલીનુ સંમતી પત્રક
૬. ડોકટરી પ્રમાણપત્ર
૭. પાસપોર્ટ સાઇજ ફોટો (અરજી સહીત)
૮. અનુ જન જાતિ અંગેનુ પ્રમાણપત્ર