Panchmahal
વન વિભાગે હિંસક કપીરાજીને પાંજરે પૂર્યો છટકામાં આવેલો વાનર હુમલાખોર છે કે બીજો તેની મૂંઝવણ

ગોકુળ પંચાલ દ્વારા
ઘોઘંબા નગરમાં છેલ્લા ચાર દિવસથી એક કપિરાજે આતંક મચાવ્યો હતો જેમાં એક મહિલા, બાળક અને એક યુવાનને ઘાયલ કર્યા હતા જેની જાણ રાજગઢ વન વિભાગ ને કરવામાં આવતા વન વિભાગ દ્વારા વાંદરાને પકડવા માટે સ્વામિનારાયણ મંદિરના વિસ્તારમાં પાજરું મુકવામાં આવ્યું હતું જેમાં ફળ-ફળાદી મુકતા આજરોજ ખોરાકની લાલચમાં આવેલો કપીરાજ પાંજરામાં પુરાયો હતો.
પાંજરે પુરાયેલ કપિરાજને જોઈ લોકોએ હાસ્કારો અનુભવ્યો હતો. કપીરાજીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા જોકે પાંજરે પુરાયેલ વાનર લોકો ઉપર હુમલા કરનાર હિંસક છે કે કેમ તેની મૂંઝવણમાં તંત્ર મુકાયું હતું. વાંદરા ને પકડવા માટે હાલોલ થી ખાસ ટીમ આવી હતી તેમણે એક વાનરને પકડી પાડી બીજા વાનરને પકડવાની કામગીરી તેજ કરી હતી