Chhota Udepur
કવાંટ તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળા નો વનભોજન કાર્યક્રમ યોજાયો.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લા નાં કવાંટ તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળા ના ધોરણ ૧ થી ધોરણ ૮ નાં ભૂલકાઓ માટે પ્રાકૃતિક સૌંદર્ય થી ભરપુર વજેપુર પાસે નાનકડી સાપણ અને વિછણ નદી ના સંગમ સ્થાને મોવાણ હનુમાન મંદિર ખાતે વનભોજન માટે નાં ટૂંકા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ પણ જિલ્લા ટીબી એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા તથા કવાંટ તાલુકાના ટીબી લેબોરેટરી સુપરવાઈઝર રફિકભાઈ સોની સાથે પહોંચ્યા હતા જ્યાં ઉપસ્થિત બાળકો તથા શિક્ષકો ને ટીબી રોગના લક્ષણો જોવા મળે તો સરકાર દ્વારા ઉપલબ્ધ તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે કવાંટ તાલુકા શિક્ષક સંઘ નાં પ્રમુખ અને મોટીચીખલી પ્રાથમિક શાળા ના ગ્રુપ આચાર્ય શનિયાભાઈ રાઠવા, બીઆરસી કો-ઓર્ડીનેટર રાજેશભાઈ રાઠવા, સીઆરસી કો- ઓર્ડીનેટર ધર્મેશભાઈ ગરાસિયા તથા વિઠ્ઠલભાઈ રાઠવા ઉપરાંત રાયસિંગપુરા પ્રાથમિક શાળા નાં આચાર્ય કાન્તિભાઈ કટારા શાળા ના તમામ શિક્ષકો સહીત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.