Gujarat
આરોપીના જામીન માટે કોર્ટમાં ઓડખાણ હોવાનુ કહી વિધવા માતા પાસેથી સાડા ચાર લાખ પડાવી લીધા
સાવલીની કોર્ટમાં સગીરાને ભગાડી જવાના પ્રકરણમાં સજા પામેલ આરોપીને છોડાવી આપવાની લાલચ આપીને આરોપીની વિધવા માતા પાસેથી સાડા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી કરી માતા અને તેના ભાઈને જેલમાં પુરાવી દેવાની ધમકી આપી દેવાના પ્રકરણમાં એક યુવક સામે સાવલી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે
સાવલી પોલીસ મથકે ફરિયાદી જોસના બેન ભગવાનદાસ ભુરાભાઈ વસાવા રહે વાઘોડિયા છાત્રાલય ફળિયુ તાલુકો વાઘોડિયા નાએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું છે કે તેનો પુત્ર અરુણ વડોદરા ખાતે જેલમાં છે જેની સામે પોતાના ફળિયાની સગીરાને ભગાડી લઈ જવાનો ગુનો નોંધાયેલ છે અને આ ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં છે જેની કોર્ટમાં મુદ્દત વેળાએ વખતે વખત સાવલી કોર્ટમાં તેની માતા મળવા આવતી હતી તે દરમિયાન કોર્ટની પાછળના ભાગમાં ફરિયાદી મહિલા રડતી હતી ત્યારે આરોપી પ્રિતેશ મહેતાએ કહેલ કે બેન કેમ રડો છો તેમ કહીને સમગ્ર હકીકત જાણી હતી હું તમને ઓળખું છું તેમ જણાવીને પરિચય કેળવ્યો હતો અને મહિલા પાસેથી સમગ્ર વિગત જાણી હતી અને જણાવ્યું હતું કે મારી સાવલી ખાતે હોટલ છે મારી બહુ મોટી કોર્ટમાં ઓળખાણ છે અને હું મોટા વ્યક્તિને ઓળખું છું અને તમારા છોકરાને જામીન પર છોડાવવો હોય તો મારે કોર્ટમાં મળવું પડશે અને તેનો ખર્ચો થશે તેમ જણાવતા મહિલાએ જણાવેલ કે હું ગરીબ છું મારા પતિ મરણ ગયેલ છે હું કંપનીમાં કામ કરીને ઘર ચલાવું છું તે વખતે આરોપી પ્રીતેશે જણાવેલ કે મેં તમને બેન કહ્યું છે એટલે તમે ચિંતા ના કરશો ખોટો ખર્ચો નહીં કરાવું અને તમારો છોકરો પણ જેલની બહાર આવી જશે મેં કોર્ટમાં બાકી વાત કરી દીધી છે તમારે મને કાગડીયા ના શરૂઆતમાં ₹6,000 આપવા પડશે સમગ્ર બનાવ ની જાણ પોતાના નાનાભાઈ ને કરી હતી અને પોતાના પુત્ર ની જામીન ની લાલચમાં બીજા દિવસે પોતાના ભાઈ સાથે સાવલી મળવા આવ્યા હતા અને પ્રિતેશે ફરિયાદી ના ભાઈ ને જણાવેલ કે તમારા ભાણીયા ને 15 દિવસમાં છોડાવી દઈશ તેવો વિશ્વાસ આપેલ જેથી મારા ભાઈએ વિશ્વાસમાં આવીને 10,500 ગૂગલ પે કરી દીધા હતા ત્યારબાદ સાવલી કોર્ટમાં મુદ્દત હોવાથી ફરિયાદી ને આવવાનું હતું જેથી હિતેશ ને ફોન કરતા તેઓએ જણાવેલ કે તમારે બીજા પૈસા આપવા પડશે જેથી પોતાની સોનાની ઝુમ્મર બુટ્ટી વેચીને અલગ અલગ સમયે કુલ સાડા ચાર લાખ રૂપિયા જેટલી રકમ પ્રિતેશ ને ચૂકવી છે પરંતુ ગયા સાત મહિના થી અત્યાર સુધી જામીન થઈ નહતી જેથી કઈક અજુગતું થયાની શંકા જતા વધુ પૈસા આપવાની ના પાડી હતી તમારું કામ અડધું થઈ ગયું છે હવે જો તમે મારા કહ્યા પ્રમાણે પૈસા નહીં આપો તો હું તમારા છોકરાને ફસાવી દઈશ છૂટવા નહીં દઉં અને તને અને તારા ભાઈને પણ જેલમાં પુરાવી દઈશ તેમ ધમકી આપવા લાગ્યો હતો જેથી ફરિયાદી બેન પૈસા આપવા માગતી ન હતી અને પ્રિતેશ જેલમાં પુરાવી દેવાની બીક લાગતી હતી જેથી ફરિયાદીએ પોતાના વકીલ નો સંપર્ક કર્યો હતો અને આ બાબતે પૂછપરછ કરી હતી અને પોતે છેતરાયાની શંકા જતા સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપી પ્રીતેશ મહેતા રહે સાવલી મહાકાળી હોટલ સાવલી વિરુદ્ધ ગુનો નોંધીને જેલ ભેગો કર્યો છે