Vadodara
ચાર પગનો આતંક : ફરી તે જ વિસ્તારમાં દીપડા એ બકરાનું મારણ કર્યું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પાવીજેતપુર તાલુકાના કેવડા ગામે ઘરના કોઢિયા માં બાંધેલ બકરાઓ ઉપર રાત્રિના દીપડો ત્રાટકતા પાંચ બકરાઓનું મારણ કરી દીપડો જંગલમાં જતો રહ્યો હતો. બે બકરાઓને દીપડો જંગલમાં ખેંચી ગયો હોવાનું જાણવા મળ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કેવડા ગામે રહેતા રાઠવા રેવજીભાઈ રણકયાભાઈ ના ઘરના કોઢિયામાં પાંચ બકરા બાંધ્યા હોય ત્યાં રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ દીપડો ત્રાટકતા પાંચ બકરાઓનું મારણ કર્યું.
ત્રણ બકરાઓ સ્થળ ઉપર મૃત હાલતમાં સવારે જોવા મળ્યા હતા. જ્યારે બે બકરાઓની શોધ ખોળ કરતા તેઓનો કોઈજ પતો લાગ્યો ન હતો. ગામ લોકોનું કહેવું હતું કે દીપડો એક કરતાં વધારે હોઈ શકે છે. બે બકરાઓની કોઈ ભાર ના મળતા, આ બકરાઓને જંગલમાં ખેંચી ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.
આ અગાઉ પાની ગામે પણ દિપડો ત્રાટકતા સાત બકરાઓનું મારણ કર્યું હતું. જેને પકડવા માટે સતત સાત દિવસ ફોરેસ્ટ વિભાગ દ્વારા બકરા સાથે પાંજરુ મૂકવામાં આવ્યું હતું. પરંતુ દીપડો ત્યાં ફરકયો જ ન હતો. ફરી એકવાર દીપડો કદવાલ વિસ્તારના કેવડા ગામે ત્રાટકી પાંચ બકરાઓનું મારણ કરતા, આ વિસ્તારના લોકોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી હતી.
સાથે સાથે ગામ લોકોનું કહેવું છે કે બે બકરાઓની જંગલમાં ખેંચી જવું એટલે એકથી વધુ દીપડા હોઈ શકે છે.
આમ, પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં કેવડા ગામે ફરી એકવાર દીપડો ત્રાટકી પાંચ બકરાઓ નું મારણ કરતા કદવાલ પંથકમાં ફફડા ની લાગણી જોવા મળી રહી છે.