Surat

સુરત આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર થતા ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત

Published

on

સુનિલ ગાંજાવાલા

સુરત શહેરમાં આવેલ કીમ જીઆઈડીસીમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના માંગરોળની નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતર દરમિયાન ગૂંગળાઈ જવાના લીધે ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, કેમિકલ ભરેલું ડ્રમ ખોલતા જ ઝેરી અસર થતા ચાર કામદારોના ગૂંગળાઈ જવાના લીધે મોત નીપજ્યા છે.અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળ દોડી આવી છે.આ ઘટનામાં બે કામદારો અંકલેશ્વરના, એક કાપોદ્રાના અને એક રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઘટના સર્જાતા ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

Advertisement

પ્રાપ્ત માહિત મુજબ, માંગરોળમા આવેલ નીલમ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આ ઘટના ઘટી હતી. ત્યાં મોટા બોરસરા ગામની ફેકટરીમાં કામદારો કામ કરતા હતા તે સમયે ગેસ ગળતર થતા ચાર કામદારોને ઝેરી અસર થઈ હતી. કેમકે કામદારો દ્વારા કેમિકલવાળા ડ્રમ ખોલવાની સાથે જ કાર કામદારોને ઝેરી અસર થવાના લીધે તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો. તેના લીધે ચારેય કામદારોનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તમામના મૃતદેહને પીએમ અર્થે કીમની સાધના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇમ્તિયાઝ અબ્દુલ શેખ, અમીન પટેલ, અરુણ ઉમર અને રઘાજીનું આ દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે.

Advertisement

Trending

Exit mobile version