Chhota Udepur
આદિજાતિ વિકાસ વિભાગની ચાર યોજનાઓ ઓનલાઈન કરવામાં આવી

(પ્રતિનિધિ, કાજર બારીયા”અવધ એક્સપ્રેસ”)
રાજ્ય સરકારના આદિજાતિ કચેરી સંચાલિત મદદનીશ કમિશ્નરની કચરી, આદિજાતિ વિભાગ, છોટાઉદેપુર હસ્તક ચાલતી કુંવરબાઈનું મામેરું, સાત ફેર સમૂહ લગ્ન યોજના, વ્યક્તિલક્ષી સહાય યોજના, માનવ ગરિમા યોજના આવી કૂલ ૪ યોજનાઓ ચાલુ વર્ષથી ઓનલાઈન કરવામાં આવેલ છે.
આ યોજનાનો લાભ લેવા માંગતા અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ હવેથી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે, સાથે જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. જેનું url આ પ્રમાણે છે: https://evanbandhu.gujarat.gov.in ઉપરોક્ત યાદી આદિજાતિ વિકાસની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલ છે.