Vadodara
સાવલી માં યોજાશે નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન લગ્નનોંધણી માટે લોકો ની લાઇન

(ઇકબાલ લુહાર દ્વારા)
સાવલી માં સ્થાનિક ધારાસભ્ય ના સ્વર્ગીય પીતા ના નામે ચાલતા મહેન્દ્રભાઈ જશભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઠમાં નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ધારાસભ્ય ના સ્વર્ગીય પીતા ના જન્મદિવસ આગામી 4 થી એપ્રિલ એ યોજાનારછે જેની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે લગ્ન નોંધણી માટે લગ્ન વાંછુંઓ ઉમટી પડ્યા
સાવલી 135 વિધાનસભા મત વિસ્તાર ના ધારાસભ્ય કેતન ઇનામદાર લોક્સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતાછે અને તેવો ના સ્વર્ગીય પિતા ના જન્મદિવસ નિમિત્તે પ્રતિવર્ષ નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નું આયોજન કરતાં હોય છે કોરોના ના કપરાકાળ માં પણ દરરોજ સીમિતસંખ્યામાં કોરોના ગાઈડલાઈન નું પાલન કરી સમૂહલગ્ન નું આયોજન કરાયું હતું આ વર્ષે પણ તેવો ના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જશભાઈ ઇનામદાર ટ્રસ્ટ દ્વારા આઠમાં નિઃશુલ્ક વિરાટ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન નું આયોજન આગામી ૪/૪/૨૦૨૩ નારોજ કરાયુંછે ધોમધગધગતા તડકામાં પણ વિરાટ સમિયાનાં સહિત ની કામગીરી જોરશોરથી કરાઈ રહી છે
કન્યાદાન ની સામગ્રી પણ મંગાવી લેવાઈછે અને લગ્નનોંધણી નો છેલ્લા દિવસે પણ નોંધણી કરાવવા લગ્નવાંછુંઓ ઉમટી પડયા હતા જેની આંક સાતસો ઉપરાંત થયો છે સમૂહલગ્ન સંમેલન ના મોટી રાજકીય હસ્તીઓ નવદંપતિ જોડાઓ ને આશીર્વાદ આપવા આવશે જેવો ને આવકારવા અલાયદા વિશાળ પંડાલ પણ તૈયાર કરાઈ રહ્યો છે સમગ્ર ઇનામદાર પરિવાર પોતાની જ દીકરીઓ ના લગ્ન હોય તેમ ભારે ઉત્સાહ ભેર આયોજન ના કામે લાગી ગયાં છે