Panchmahal
દુધાપુરા પ્રાથમિક શાળાના ધોરણ 5 ના ૧૮ વિદ્યાર્થીઓને સ્વેટર, સ્કૂલબેગ, ટોપી, બુટમોજા, બિસ્કીટનુ વિનામૂલ્યે વિતરણ કર્યું
ઘોઘંબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમાં ભણતા 18 બાળકોને સ્ટેનલીન ફાઉન્ડેશન અને શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા દ્વારા સ્વેટર, બિસ્કીટ, સ્કુલ બેગ, બુટ, મોજા, ટોપી વિગેરે સામગ્રી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક જાગૃતિ વધે અને તેઓ શાળામાં નિયમિત આવતા થાય તથા સુંદર મજાનુ શિક્ષણ મેળવી સારા નાગરિક બને તેવા શુભ હેતુસર શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આઈ એસ ટી ડી ગ્રુપ વડોદરા ના 50 કરતાં વધુ વડીલો શાળામાં હાજર રહી બાળકોને સદર સામગ્રી વિતરણ કરેલ છે સ્ટેલીન ફાઉન્ડેશનના સદસ્ય મહેન્દ્રભાઈ કડિયા તથા આઈ.એસ.ટી.ડી. ગ્રુપના સતિષભાઈ સુતરીયા તથા દેસાઈ અને વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવેલ હોય તેવા સર્વે નિવૃત્ત અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ સુંદર સેવા પ્રાપ્ત કરવામાં આવી છે તે બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવે છે. ગામડાની શાળાઓને શહેરની શાળાઓ સાથે સરખાવવા માટે દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલને ધોરણ ૩ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના શિક્ષણ માધ્યમથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે કમ્પ્યુટર સેટ ભેટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ખરેખર ગામડાના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા શુભ હેતુસર ફાઉન્ડેશન દ્વારા સુવિધા આપવા બદલ રાજેશભાઈ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ટીમમાં આવેલા સદસ્ય પ્રીતિબેન શર્મા દ્વારા દુધાપુરા પ્રાથમિક શાળા અને કોબા ફળિયા પાલ્લા પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે ચામડી અને દાંતની સારવાર તથા તપાસણીના કાર્યક્રમ માટે વિનામૂલ્ય કેમ્પ કરવાની પણ જાહેરાત કરવામાં આવેલ છે. ખરેખર શિક્ષણની સાથે આરોગ્ય લક્ષી વ્યવસ્થા પણ કરવા બદલ શાળાના શિક્ષક રાજેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલી સુંદર કામગીરી અને વ્યવસ્થાને ટીમ દ્વારા અભિનંદન આપીને તેઓને ઉત્તરોત્તર પ્રગતિ કરો તથા સમાજસેવક બની રહો તેવા આશીર્વાદ આપ્યા હતા.