Chhota Udepur
આંગણવાડી તથા શાળા ના બાળકો ની નિશુલ્ક આંખ તપાસ કરાઈ
પાવી જેતપુર તાલુકા ના કદવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આંખની તપાસ નું કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું,,
છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા છોટાઉદેપુર તેમજ આરોગ્ય કેન્દ્ર કદવાલ ના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેન્દ્ર કદવાલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખટાશ ,મુવાડા અને બાર વિસ્તારમાં આવેલ શાળા આંગણવાડીમાં જતા અને ન જતા બાળકોને આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ થી આંખના નિષ્ણાત સહિતની ટીમ દ્વારા આંખની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ખામીવાળા બાળકોને રિફર કરવામાં આવ્યા હતા. તમામ બાળકો આંખની ખામીની તપાસ કરવામાં આવી હતી. જેમાં ખામીવાળા બાળકોને ત્વરિત સારવાર આપવામાં આવી હતી. આંખ તકલીફ વાળા બાળકોને આંખના નંબર કાઢી આપવામાં આવ્યા હતા. વધુમાં જરૂરિયાત જણાવતા બાળકોને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા
રિપોર્ટર પ્રીતમ કનોજીયા પાવીજેતપુર