Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં દરેક બાંઘકામ સાઈટ ખાતે અપાશે આરોગ્યલક્ષી નિ:શુલ્ક સેવાઓ
પ્રતિનિધિ, કાજર બારીયા
- લેબર કાઉન્સેલર દ્વારા શ્રમિકોની નોંધણી સહિત ડોકટરની સલાહ સુચન, લેબોરેટરીની સુવિધા મળશે.
ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લાના બાંધકામ શ્રમયોગીઓને નિ:શુલ્ક આરોગ્ય લક્ષી સેવાઓ માટે નવીન ધન્વન્તરિ આરોગ્ય રથ ફાળવી આપવામા આવેલ છે. જેમાં છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત ઉચ્ચ અધિકારીઓના વરદ હસ્તે લીલી ઝંડી આપવા માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી ધન્વંતરિ આરોગ્ય રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. “સર્વે સંન્તુ નિરામયા” શ્રમયોગીઓ રોગ મુક્ત રહે એ સૂત્રને સાર્થક કરવા ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સયુંકત પહેલ હેઠળ કાર્યાન્વિત ધન્વંતરિ આરોગ્ય રથની સેવાઓ બાંધકામ શ્રમિકોને તેઓના કાર્યસ્થળ જેવા કે બાંધકામ સાઈટ, કડીયાનાકા તેમજ શ્રમિક વસાહતો સુધી પહોચી , આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.
જેમાં શ્રમિકોની ઓનલાઈન ડેટા એન્ટ્રી અને રજિસ્ટ્રેશન, જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિશુલ્ક પૂરી પાડી શકાય. અને તબીબી સેવાઓ જેવી કે તાવ , ઝાડા , ઉલટીની સારવાર ,ચામડીના રોગો ની સારવાર , સામાન્ય રોગો ની સારવાર , રેફરલ સેવા , નાના બાળકોની સારવાર , સગર્ભા માતાની પ્રાથમિક તપાસ , ઉપરાંત લેબોરેટરી જેમાં હિમોગ્લબિન ની તપાસ , મલેરીયાની તપાસ, લોહીમાં સુગર ની તપાસ , પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ રહેશે તેમજ આ ધન્વંતરિ આરોગ્ય રથમાં લેબર કાઉન્સેલર દ્વારા બાંધકામ શ્રમિકોને વિના મૂલ્યે બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરી ઈ- નિર્માણ કાર્ડ કાઢી આપવાની સાથે સાથે શ્રમિકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓની સંપૂર્ણ માહીતી આપવામા આવે છે.જે તમામ માહીતી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના જીલ્લા પ્રો.મેનેજર સુભાતસિંહ રાઠવા દ્વારા જણાવવામાં આવ્યું હતું.