Gujarat

ડેસર મુસ્લિમ શેખ સમાજ દ્વારા નિશુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Published

on

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં શેખ સમાજ દ્વારા હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચીશતી ના 812 માં ઉર્ષ પ્રસંગે ગરીબ નવાઝ મસ્જિદ ખાતે નિશુલ્ક ખતના કેમ્પ નું મુસ્લિમ શેખ પંચ ના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 15 જેટલા બાળકોની નીશુલ્ક ખતના કરવામાં આવી હતી સમાજ માં જાગૃતિ આવે અને ખોટા ખર્ચા થી દૂર રહે આર્થિક રીતે પગભર થાય તેવા ઉમદા હેતુસર.

આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હાલ માં સમાજ માં કૂ રિવાજો અને ખોટા ખર્ચનું પ્રમાણ વધી જવા પામ્યું છે મોઘવારી દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે આવા સમયે જરૂર વગરના ખર્ચા દેવુ વધારી સકે તેવી પરિસ્તીથી સર્જાઈ સકે તેમ હોય સમાજ ના યુવાનો એ એક પહેલ કરી ખતના કેમ્પ નું આયોજન કર્યું હતું.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા સમય માં યુવાનો દ્વારા વિવિધ સેવાકીય કર્યો જેવાકે રક્તદાન કેમ્પ,આરોગ્ય ચેકઅપ, તથા સમૂહ નિકાહ નું પણ આયોજન કરવામાં આવનાર છે

Advertisement

Trending

Exit mobile version