Panchmahal

દામાવાવ PSI એલ.જી.નકુમ દ્વારા અસ્પૃશ્યતાને દૂર કરવા નવતર પ્રયાસ

Published

on

દલિત વર્ગના જાનૈયાઓને દામાવાવ ચોકડી પર ઉભા રાખી ચા-કોફી પીવડાવી ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચેનો ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ કર્યો
ગામડાઓમાં ફેલાયેલી અસ્પૃશ્યતાને દૂર કરવા માટે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખિલોડી ગામના જાનૈયાઓ ડીજે અને બગી સાથે જાન લઈને ઝાબકુવા ખાતે જઇ રહ્યા હતા એ વાતની જાણ દામાવાવ પોલીસ મથકે PSI તરીકે ફરજ બજાવતા એલ.જી.નકુમ ને થતા તેઓ દામાવાવ ચોકડી પર જાનૈયા ઓને ઉભા રાખી અભિવાદન સાથે ચા-કોફી પીવડાવી જ્ઞાતિ વચ્ચે ના ભેદભાવ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને વરરાજાને શુભેચ્છાઓ પાઠવી હતી, ગામડાંમાં સામાન્ય રીતે સમૂહ ભોજન વખતે દલિતો અને ઉચ્ચ જ્ઞાતિનાઓની પંગત અલગ પાડવામાં આવે છે અથવા તો અલગ-અલગ મંડપની વ્યવસ્થા કરાય છે.

જેથી દામાવાવ પોલીસ સ્ટેશનના PSI દ્વારા સવર્ણો અને દલિતો વચ્ચેનો ભેદભાવ દૂર કરવાનું બીડું ઝડપ્યું હતું. આજે પણ દલિતો અને ઉચ્ચ જ્ઞાતિના લોકો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે.એટલે દલિતો અને સવર્ણોનું ભાઈચારાની ભાવના સાથે ભોજન કરવાની અન્ય કાર્ય કરવા ભેદભાવો દૂર કરવા ગામડાઓમાં સંદેશો પહોંચે જેથી બાકીના ગામડાંમાંથી અસ્પૃશ્યતા દૂર થઈ શકે તે હેતુથી દામાવાવ પોલીસ સ્ટેશનના PSI દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે

Advertisement

Trending

Exit mobile version