Sports

સેકન્ડહેન્ડ કારથી લઈને ડ્રોન મેકિંગ જેવા આ 7 બીઝનેસથી ધોની કરે છે કમાણી

Published

on

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસમાં હિસ્સો ખરીદ્યો છે. તેના 26 શહેરોમાં 300થી વધુ ડ્રોન અને 500 પાઈલટ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તાજેતરમાં કંપનીના ડ્રોન ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો છે. ધોનીએ કહ્યું, “મને ગરુડ એરોસ્પેસનો એક ભાગ બનવાનો આનંદ છે અને તેઓ જે યુનિક ડ્રોન સોલ્યુશન્સ ઓફર કરે છે, તેની સાથે તેમને આગળ વધતા જોવા માટે ઉત્સુક છું.” ગરુડ એરોસ્પેસ ઉપરાંત ધોનીએ અન્ય ઘણી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. અહીં ધોનીએ રોકાણ કરેલી કેટલીક કંપનીઓ પર એક નજર કરીએ.

ખાતાબુક

Advertisement

ખાતાબુક લોન્ચ થયાના થોડા જ સમયમાં તેની સાથે 5 કરોડથી વધુ વેપારીઓ જોડાયેલા હતા. ધોનીએ 2020માં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ખાતાબુક ગ્રાઉન્ડ લેવલ પર પરિવર્તન લાવવામાં સક્ષમ છે.

7 ઇંકબ્રુજ

Advertisement

તે ફૂડ એન્ડ બેવરેજ કંપની છે. આ કંપનીના શેરહોલ્ડર હોવાની સાથે ધોની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કંપનીએ ગયા વર્ષે Copter 7 બ્રાન્ડ નામ હેઠળ ચોકલેટ્સ અને પીણાંની શ્રેણી લોન્ચ કરી હતી. આ નામ ધોનીના હેલિકોપ્ટર શોટ અને જર્સી નંબર પરથી પડ્યું છે.

કાર્સ 24

Advertisement

ધોનીએ વર્ષ 2019માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ કંપની વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી અને વપરાયેલી કારની ખરીદી અને વેચાણનો સોદો કરે છે.

હોમલેન

Advertisement

આ એક એવી કંપની છે જે ઘરોના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કામમાં લાગેલી છે. ધોનીએ વર્ષ 2021માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ કંપની 2014માં શરૂ કરવામાં આવી હતી.

હોટલ માહી રેસિડેન્સી

Advertisement

બહુ ઓછા લોકો જાણે છે કે ધોની ઝારખંડના રાંચીમાં સ્થિત હોટલ માહી રેસિડેન્સીનો માલિક છે. આ ધોનીનું હોમટાઉન છે. આ હોટેલની અન્ય કોઈ બ્રાન્ચ નથી.

સ્પોર્ટ્સફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ

Advertisement

આ કંપનીની માલિકી ધોની પાસે છે. આ કંપની સમગ્ર ભારતમાં 200 થી વધુ જીમ ચલાવે છે, જે સ્પોર્ટ્સફિટ વર્લ્ડ નામથી ચલાવવામાં આવે છે.

Advertisement

Trending

Exit mobile version