Gujarat

ભારત સરકારના રોજગાર મેળાની ફળશ્રુતિ: ગામની દીકરી ને ગામમાં મળી સરકારી નોકરી..

Published

on

બોડેલી ના ઉજમાબાનુ  બન્યા મોડાસરના બ્રાન્ચ પોસ્ટ માસ્ટર: પ્રધાનમંત્રી નો માન્યો આભાર…

ભારત સરકાર અને ગુજરાત સરકારનો સંકલ્પ શિક્ષિત યુવાનોને સરકારી ક્ષેત્રમાં નોકરીઓ ઉપલબ્ધ કરાવવાનો છે.તેના માટે ભરતી નું સમય પત્રક બનાવી,નિયમિત ભરતી પરીક્ષાઓ યોજીને લાયક યુવાનોને યોગ્ય પદો માટે પસંદ કરવાની સાથે રોજગાર મેળા યોજીને તેમને ગૌરવ થાય એ રીતે નિયુક્તિ આપવામાં આવે છે.તાજેતરમાં યોજવામાં આવેલા ભરતી મેળામાં પૂર્વપટ્ટીના બોડેલીની તેજસ્વી દીકરી ઉજમાબાનુ ખત્રીને ભારતીય ડાક સેવામાં નિયુક્તિ મળતા એને અપાર હર્ષ ની સાથે ભણતર લેખે લાગ્યાની અનુભૂતિ થઈ.ખાસ વાત એ છે કે બોડેલીની આ દીકરીને ઓરસંગ ની ઓલી કોર આવેલા મોડાસરની બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ના પદ પર નિયુક્તિ મળી છે.

Advertisement

ખત્રી સમુદાયની આ દીકરીને ગામમાં જ નોકરી મળતા પરિવારને ખુશી થઈ છે કારણ કે દીકરીને નોકરી માટે દૂર મોકલવાની ચિંતા રહી નથી.તેની નિયુક્તિથી આ આદિવાસી પંથકના તમામ સમુદાયોની તેજસ્વી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ લેવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળશે. ઉજમા ની સિદ્ધિ દીકરીઓ ને કારકિર્દીનો નવો રાહ ચિંધશે.

ઊજમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત સરકારનો,ટપાલ વિભાગનો દિલથી આભાર માને છે.તેનું કહેવું છે કે ભારત સરકાર ના વ્યવસ્થિત અને પારદર્શક ભરતી આયોજનને લીધે શિક્ષણ અને કારકિર્દીની બાબતમાં જાગૃત યુવા સમુદાયને સરકારમાં નોકરીની તકો મળી રહી છે.ભારત સરકારની નીતિઓ ને પગલે ડિજિટલ ટેકનોલોજી ગામડાઓ સુધી સુલભ થતાં,ભરતી કાર્યક્રમો ની ગ્રામીણ શિક્ષિત યુવા સમુદાયને જાણ થાય છે અને પરીક્ષાની તૈયારીઓ માં ખૂબ મદદ મળે છે.હવે સરકારી નોકરીઓ ની તકો શહેરી યુવાઓ સુધી સીમિત નથી રહી.

Advertisement

પરિવાર અને સમુદાય ના છોકરીઓને નોકરી કરાવવાની બાબતમાં બંધનો છતાં ઉજમા ને આ તકનો લાભ લેવામાં કોઈ અંતરાય આડે આવ્યો નથી.સહુએ એને પ્રોત્સાહિત કરી છે.

તેના મધ્યમવર્ગી પરિવાર માં બાપુજી વેપારી છે અને માતા ગૃહ સંચાલનની સાથે દરજીકામ કરીને ટેકો આપે છે. માતા પિતાએ પરિશ્રમ અને ખંતથી ભણવાના સંસ્કાર આપ્યા.તેના પગલે એ ડાક વિભાગની સ્પર્ધાત્મક ભરતીમાં નોકરીને પાત્ર બની છે.તે અત્યાર સુધી ખાનગી અને સરકારી કચેરીઓમાં કરાર આધારિત કામનો અનુભવ મેળવી ચૂકી છે જે નવી અને કાયમી સરકારી નોકરીની કામગીરીમાં ઉપયોગી બનશે.

Advertisement

ઊજમા, ઈચ્છા શક્તિ અને સંકલ્પ થી યુવા શક્તિની પ્રગતિનું પ્રતીક ગણાય.તેની સાથે સરકારની પારદર્શક અને વિશ્વસનીય ભરતી પ્રક્રિયાનો યુવા સમુદાય વિનિયોગ કરે એવો સંદેશ આપે છે. વડોદરાના પોસ્ટલ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલો ૨૦૨૪ – ૨૫ નો પહેલો ભરતી મેળો એના સપના સાકાર કરનારો બન્યો છે તો યુવા સમુદાયને સ્પર્ધા થી સફળતાનો સંદેશ આપવાનું નિમિત્ત બન્યો છે.

 

Advertisement

Trending

Exit mobile version