Mahisagar
સસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકોને પુરતો જથ્થો ન મળતા રોષ

(સલમાન મોરાવાલા સંતરામપુર).
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા ના મોટા શનૈયા ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં દુકાનદાર દ્વારા કાર્ડ ધારકોને પૂરો જથ્થો ન આપતા કાર્ડ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
જેમાં મોટા શનૈયા ગામે અંદાજે 300 જેટલા કાર્ડ ધારકો આવેલ છે. જેમાં અહીંયા રહેતા તમામ કાર્ડ ધારકોને દુકાન ના સંચાલક દ્વારા કાર્ડ ધારકોનો અનાજનો પુરો જથ્થો આપતો ન હોવાની લોક ફરિયાદ ઉઠી છે આ બાબતે પુરવઠા મામલતદાર ને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી