Panchmahal

હાલોલ,ઘોઘંબા અને જાંબુઘોડાના સિંચાઈ તળાવો માં તળીયા દેખાયા

Published

on

સુરેન્દ્ર શાહ દ્વારા

હાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાઓમાં સિંચાઈનો અભાવ હોવાથી 2000 ની સાલમાં સિંચાઈ તળાવો બનાવવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ ઘોઘંબા તાલુકામાં નવ સિંચાઈ તળાવો બનાવવામાં આવ્યા હતા. હાલોલ તાલુકામાં ત્રણ અને જાંબુઘોડા તાલુકામાં બે મળી ત્રણ તાલુકામાં નાની સિંચાઈ વિભાગ દ્વારા કુલ 14 તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું ગયા વર્ષે વરસાદ 100 ટકા થયો હતો છતાં પણ આ સિંચાઇ તળાવો તેની પૂર્ણ કક્ષાએ ભરાયા ન હતા અને અત્યારે ઉપરોક્ત તમામ સિંચાઈ તળાવની હાલત દયનીય છે તેમાં આજની તારીખે પાણીનો જથ્થો માત્ર 26% છે મતલબ આ વર્ષ કાળજાળ ગરમી ની આગાહી થાય છે અને ગરમીની શરૂઆત ના દિવસોમાં 39 કે તેનાથી વધુ ગરમીનો પારો નોંધાયો છે તો આવનાર એપ્રિલ, મે અને જૂનમાં ગરમી નો પારો આસમાને હશે એ દિવસોમાં સિંચાઈ તળાવના તળિયા દેખાતા હશે અને બરોબર ગરમીના દિવસોમાં ધરતીપુત્રોને તેમના પાક માટે સિંચાઈનું જરૂરી પાણી મળશે નહીં તે નિર્વિવાદ વાત છે

Advertisement

આ ઉપરાંત પશુધનને પણ પીવાના પાણી માટે ટળવળવું પડશે જાંબુઘોડા તથા ઘોઘંબા પંથકમાં જો વન વિભાગ દ્વારા વનવિસ્તારમાં જંગલી પશુઓ માટે બનાવવામાં આવેલા પાણીના હોજ ભરવામાં નહીં આવે તો આવા પશુઓ પાણીની શોધમાં માનવ વસ્તીમાં આવશે અને પાણી સાથે શિકાર કરીને જશે સુજલામ સુફલામ યોજના માં નવા તળાવ અને ચેક ડેમો બનાવો તે આવકારદાયક છે પરંતુ વર્ષો પહેલા બનાવેલા ગામ તળાવ, ચેકડેમ કે સિંચાઈ તળાવો માં કોઈ ક્ષતિ હોય અને વરસાદી પાણી ન ભરાતું હોય તો તેનો સર્વે કરાવી પહેલા અગાઉ બનાવેલા તળાવ, ચેકડેમો અને સિંચાઈ તળાવો નું સમારકામ કરાવવું જોઈએ નહીંતર 2023 નો ઉનાળો માનવજાત અને પશુધન માટે આકરો સાબિત થશે આ 14 સિંચાઈ તળાવો માથી એક માત્ર વડાતલાવ ખાતે આવેલ સિંચાઈ તળાવ માં નજીક થી પસાર થતી નર્મદા કેનાલ માથી પાઇપ લાઇન દ્વારા પાણી ભરી શકાય તેવી વયવસ્થા છે બાકી અન્ય કોઈ સિંચાઈ તળાવ માં પાણી ભરાઈ તેવી વયવસ્થા નો અભાવ છે તો ગરમી ના દિવસો માં ખેડૂતો અને પશુધન પાણી માટે આંટાફેરા મારશે

  • એપ્રિલ, મે અને જૂનમાં ગરમી નો પારો આસમાને હશે એ દિવસોમાં સિંચાઈ તળાવના તળિયા દેખાતા હશે
  • વડાતલાવ ખાતે આવેલ સિંચાઈ તળાવ માં નજીક થી પસાર થતી નર્મદા કેનાલ માથી પાઇપ લાઇન દ્વારા પાણી ભરી શકાય તેવી વયવસ્થા છે બાકી અન્ય કોઈ સિંચાઈ તળાવ માં પાણી ભરાય તેવી વયવસ્થા નો અભાવ છે
  • સરકારે પાણી પહેલા પાળ બાંધવાની જરુર છે
  • નવાતળાવો બને કે ચેક ડેમ બને તે આવકાર દાયક છે પણ જૂના નું સમારકામ થાય તે પણ એટલુજ જરૂરી છે
  • ગરમીના દિવસોમાં ધરતીપુત્રોને તેમના પાક માટે સિંચાઈનું જરૂરી પાણી મળશે નહીં તે નિર્વિવાદ વાત છે આ ઉપરાંત પશુધનને પણ પીવાના પાણી માટે ટળવળવું પડશે
  • ઘોઘંબા પંથકમાં જો વન વિભાગ દ્વારા વનવિસ્તારમાં જંગલી પશુઓ માટે બનાવવામાં આવેલા પાણીના હોજ ભરવામાં નહીં આવે તો આવા પશુઓ પાણીની શોધમાં માનવ વસ્તીમાં આવશે અને પાણી સાથે શિકાર કરીને જશે
  • ભ્રષ્ટાચાર ની ગંગોત્રી એટ્લે ચેકડેમ જેમાં પાણી ઓછું અને પૈસા વધારે ભેગા થાય
  • ઘોઘંબા નાનીસિંચાઈ ની મુખ્ય કચેરી મોટે ભાગે બંધ જોવા મળેછે

Trending

Exit mobile version