Panchmahal

હાલોલ છગન મગનલાલજીની હવેલી ખાતે ફુલ ફાગ હોલી અને રશિયાનો કાર્યક્રમ યોજાયો

Published

on

(સુરેન્દ્ર શાહ દ્વારા)

હાલોલ વૈષ્ણવ સંપ્રદાયની શ્રી છગન મગનલાલજીની હવેલી ખાતે 17ફેબ્રુઆરી ના રોજ મંદિર પરિસરમાં શયનના દર્શન બાદ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી પ્રણવ બાવાના નાના લાલ ની ઉપસ્તીથી માં ભક્તિ ભાવ પૂર્વક આનંદ ઉલ્લાસથી ફુલ ફાગ હોલી તથા રશિયાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લાભ હાલોલ ની સંપ્રદાયની બહેનો તથા ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભક્તિ ભાવથી લીધો હતો. શ્રી છગન મગનલાલ જી હવેલીના પારંગત કીર્તનકારો દ્વારા હોળીના રશિયાની રમઝટ બોલાવી હતી બાદમાં પૂજ્ય પાદશ્રીને અબીલ ગુલાલ થી હોલી ખેલાયા બાદ ગુલાબની પંખડીઓથી પૂજ્યપાદને હોલી ખેલાવી ત્યારબાદ પૂજ્યપાદ દ્વારા ઉપસ્થિત વૈષ્ણવ સંપ્રદાયને તેઓ શ્રીના શ્રી હસ્તે ગુલાબની પંખાળીઓથી ફુલ ફાગ હોળી ખેલાવી હતી સમાપન પહેલા મંદિરના પરિસરમાં વૈષ્ણવો દ્વારા માતાજીના ગરબા ની રમઝટ બોલાવી બાદમાં મંદિર દ્વારા ઉપસ્થિત વૈષ્ણવોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અબીલ ગુલાલ અને ગુલાબની પંખડીઓથી ફૂલ ફાગ હોલી રમવામાં આવે છે.

Advertisement

વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં પાકા કલરથી હોલી રમાડવામાં આવતી નથી તથા પાણીનો વ્યય ના થાય માટે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર ડોલના દિવસે કેસુડા ને પાણીમાં પલાળી તે પાણી વૈષ્ણવો પર નાખી કે છાંટી ડોલનો ઉત્સવ મનાવવામાં આવે છે આયુર્વેદિક દ્રષ્ટિએ કેસુડો માનવ શરીર માટે અત્યંત લાભદાય હોવાનું આયુર્વેદ જણાવે છે માટે ડોલના દિવસે કેસુડાને પાણીમાં ઓગાળી તેનો ઉપયોગ કરવામાં આવે છે

* વૈષ્ણવ સંપ્રદાયના મંદિરોમાં પાકા કલરથી હોલી રમાડવામાં આવતી નથી તથા પાણીનો વ્યય ના થાય માટે પાણીનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી
* આયુર્વેદિક દ્રષ્ટિએ કેસુડો માનવ શરીર માટે અત્યંત લાભદાય હોવાનું આયુર્વેદ જણાવે છે

Advertisement

Trending

Exit mobile version