Kheda
ગળતેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા મેરી માટી, મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
(રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)
મેરી માટી, મેરા દેશ” અભિયાનની સમગ્ર દેશની સાથેસાથે રાજ્યભર માં ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગળતેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકા પંચાયત ના સભાખંડ ખાતે ઠાસરા વિધાન સભા ધારાસભ્ય ની વીશેષ ઉપસ્થિતિ માં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી અંતર્ગત દેશની આઝાદી માટે શહીદી વહોરનાર શહીદો, સ્વાતંત્ર સેનાનીઓ વંદન કરવા સ્થાપિત કરેલી તેમના નામવાળી તકતી (શીલા ફલકમ) થકી વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, વીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તમામ ગળતેશ્વર મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ માં રોપાનું વાવેતર કરીને અમૃત વાટિકાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત ઉપસ્થિત તમામ લોકોએ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી, માટી દીવા સાથે સેલ્ફી લીધી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમ યોગેન્દ્ર સિંહ પરમાર (ધારાસભ્ય ઠાસરા વિધાન સભા), સોહિણી જી.પટેલ (ગળતેશ્વર મામલતદાર), અરવિંદ પ્રજાપતિ ( તાલુકા વિકાસ અધિકારી ગળતેશ્વર) તમામ ગામોના તલાટી ક્રમ મંત્રી, સરપંચ તાલુકા પંચાયત સ્ટાફ તથા તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.