Gujarat
સેવાલીયા ખાતે ગળતેશ્વર તાલુકા “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું
રીઝવાન દરિયાઈ
રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ પ્રાથમિકતા અંગે માર્ગદર્શન તેમજ વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર ગળતેશ્વર તાલુકામાં આજરોજ તા :- ૨૪- ૧૧-૨૦૨૪ શુક્રવારના રોજ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજવાડી સેવાલીયા ખાતે ગળતેશ્વર તાલુકાના બે દિવસીય “રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતો. આ મેળા માં કુલ ૧૨ થી વધુ સ્ટેજ ના લાભાર્થી ઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજના વોટર કેરીંગ પાઇપ લાઈન, પમ્પસેટ , બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ વિગેરે યોજનાઓના હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા.
આવેલ મહેમાનોમા મુખ્ય મહેમાન જ્યંતી પરમાર , પ્રમુખ તાલુકા પંચાયત ગળતેશ્વર, બળવંત ભાઈ પરમાર (ચેરમેન – એ.પી.એમ.સી ગળતેશ્વર) મહેશભાઈ પટેલ (વા.ચેરમેન – એ.પી.એમ.સી ગળતેશ્વર), દીપસિંહ રાઠોડ (પૂર્વ. જિલ્લા પંચાયત સદસ્ય ) એફ.યુ ચૌહાણ (પૂર્વ ચેરમેન ખે.જિ. શિ સમિતિ), વજેસિંહ પરમાર (માજી. પ્રમુખ ગળતેશ્વર તા.પં), સૈયદ મંજુર હુસેન રીટા બેન ઓઝા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગળતેશ્વર તાલુકાના બહોળા પ્રમાણમાં ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો સમગ્ર કાર્યક્રમનું આયોજન નાયબ જિલ્લા વિકાસ અધિકારી ટી.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ તાલુકાની કૃષિ વિભાગની ટિમ તથા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.