Panchmahal
હાલોલ માં જુગારીઓ દાવ ખેલ્યા સ્થાનિક પોલીસ જોતી રહી ને પંચમહાલ LCB બાજી મારી ગઈ

પંચમહાલ જિલ્લા ના હાલોલ ના સંજરીપાર્ક બાદશાહ બાવાની દરગાહ સામે અઝારુદ્દીન માયુદ્દીન વાઘેલા નામનો ઈસમ લાંબા સમય થી પત્તા પના નો જુગાર રમાડી રહ્યો હતો. ગઈકાલે રાત્રે પોણા નવ વાગ્યે ચોક્કસ સ્થળ ની બાતમી મળતા જિલ્લા એલસીબી એ સ્થાનિક પોલીસને સાથે રાખ્યા વગર રેડ કરતા અંદર બહાર નો જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર સહિત જુગાર રમતા હાલોલ, ગોધરા, વડોદરા, બોડેલી, વાઘોડિયા ના તેર જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જિલ્લા એલસીબી રાત્રે તમામની પૂછપરછ હાથ ધરી હતી.
ગઈ કાલે રાત્રે જિલ્લા એલસીબી એ આવા જ એલ અડ્ડા ઉપર છાપો મારતા જુગાર નો અડ્ડો ચલાવતો આઝઝૂ વાઘેલા સહિત, હાલોલ ના સ્થાનિક ચાર, ગોધરા નો એક, વડોદરા ના પાંચ, વાઘોડિયા નો એક, બોડેલી નો એક મળી તેર નબીરા ઓ ઝડપાઇ ગયા હતા, પોલીસે તમામ ની અંગ જડતી કરતા ₹87,700/- , અને દાવ ઉપર લાગેલા ₹ 31,220/- અને ₹ 92,500/- ના 15 નંગ મોબાઈલ મળી ₹ 1,18,920/- રોકડા અને મુદ્દમાલ સહિત ₹ 2,11,420/- કંજરી લઈ તમામ આરોપીઓ ને ગોધરા લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી.
જિલ્લા એલસીબી માં ફરજ બજાવતા કેતન ભરવાડે હાલોલ ટાઉન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા હાલોલ ટાઉન પોલીસે તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
જુગાર રમતા પકડાયેલા જુગારીઓ —-
(1) અઝરૂદ્દીન ઉર્ફે અજ્જુ મયુદીન વાધેલા ઉ.વ. 35, હુસૈનીચોક કસ્બા વાઘેલાનો ટેકરો હાલોલ.
(૨) ઇમરાનખાન અમીનખાન પઠાણ ઉ.વ. 40, જુની પોસ્ટ ઓફીસ પીંજારવાડ ગોધરા
(૩) રાજેશ રમેશચંન્દ્ર અગ્રવાલ ઉ.વ.54, દિનેશમીલ પાછળ પટેલ ચાલ વડોદરા હાલ રહે અટલાદરા પ્રયોગશા અટલાદરા રોડ વડોદરા
(૪) હિતેશકુમાર મહેન્દ્રભાઇ સોલંકી ઉ.વ. 34, શાકમાર્કેટ હાલોલ
(પ) માસુમખાન અબીબખાન પઠાણ ઉ.વ.24, હુસેની ચોક કસ્બા હાલોલ
(૬) ચિરાગ હરીભાઇ પટેલ ઉ.વ. 35, અંબીકાનગર સોસાયટી જરોદ તા.વાઘોડિયા.
(૭) મહેશભાઇ સોમાભાઇ રાવળ ઉ.વ. 45, 139/ કમલેશ્વરનગર માંજલપુર વડોદરા
(૮) મહેબુબ અબ્બાસ મલીક ઉ.વ. 52, B/106 સનફાર્મા રોડ અબવા કોમ્પલેક્ષ વડોદરા
(૯) ફિરોજભાઇ ઉર્ફે ટ્રેક્ટર યુસુભાઇ મકરાણી ઉ.વ.47, રહીમ કોલોની હાલોલ
(૧૦) રામનારાયણ રામદુલારે મોર્ય ઉ.વ. 45, દેવીનગર સોસાયટી બોડેલી.
(૧૧) અલીભાઇ મુસાભાઇ પટેલ ઉ.વ. 47, તાંદલીયા માળી મહોલ્લા તા.વડોદરા
(૧૨) મીતેશ રમણલાલ અગ્રવાલ ઉ.વ.35, B/210 લલીતા ટાવર ચીમન બાદશાહની ચાલ જેતલપુર રોડ વડોદરા
(૧૩) ઇસ્લામભાઇ મોહમદભાઇ બંજારા ઉ.વ. 32, અલકાબા હેરીટેઝ હોટલની પાછળ પાવાગઢ રોડ હાલોલ (મુળ ઇકોના મજવા બનકર તા.ધન્વી જી.ગોન્ડા, ઉત્તર પ્રદેશ)