Dahod

ઝાલોદ વેલપુરા રોડ પર બે એસ.ટી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

Published

on

(પંકજ પંડિત દ્વારા)

  • અકસ્માતમાં બને એસ.ટી બસના ડ્રાઇવર ચાલકો ગંભીર રીતે ઘવાયા

ઝાલોદ થી આસરે 6 કિલોમીટરના અંતરે વેલપુરાના ઢળાવ પર બે એસ.ટી બસ સવારે 6 થી 6:30 વાગ્યાની આસપાસ ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંને બસ વચ્ચે અકસ્માત સર્જાતા ધડાકાભેર અવાજ આવતાં આસપાસના ગ્રામજનો ત્યાં ઉમટી આવેલ હતા. અકસ્માત સર્જાતા બસના ડ્રાઇવરો સહિત મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એસ.ટી બસના બંને બસ ચાલકની હાલત નાજુક છે તેવું પ્રાથમીક તબક્કે સાંભળવા મળી રહેલ છે.અકસ્માત સર્જાયેલ સ્થળે તાત્કાલિક ૧૦૮ આવતા વધુ ઘાયલ લોકોને તાત્કાલિક દાહોદ ઝાયડસ ખાતે ખસેડવામાં આવેલ હતા. બાકી બસમાં સવાર ઇજાગ્રસ્ત લોકોને ઝાલોદ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક જાણકારી મુજબ ઝાલોદ થી સુખસર તરફ જતી સુરત ઝાલોદ ફતેપુરા જેની ગાડીનો નંબર GJ18-Z-7384 અને ભાભર થી ઝાલોદ તરફ આવતી GJ-18-Z-6523 બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 

Advertisement

આ અકસ્માત જોતા પ્રાથમીક તબક્કે એવું લાગે છે કે ઝાલોદ થી જતી સુરત ઝાલોદ ફતેપુરાના બસ ચાલક દ્વારા બસના પરનો કાબુ ગુમાવી દીધેલ છે અને તેથી આ અકસ્માત સર્જાયેલ છે. ત્યાં ઉપસ્થિત ગ્રામજનોના કહેવા મુજબ આ રોડ ચોમાસાની ઋતુમાં ચીકણો થઈ જાય છે તેથી અમુક વાર કોઈ પણ ગાડી ચાલકની ગાડી રસ્તો છોડી દે છે તેથી આવા અકસ્માત અહીંયા સર્જાયા કરે છે. આ રસ્તાને સરકાર દ્વારા અકસ્માત ઝોન જાહેર કરેલા બોર્ડ મારેલા રસ્તા પર જોવા મળે છે. આ અકસ્માત સર્જાતા બંને બાજુ આવવા જવાના રસ્તા બંધ થઈ જવાથી ટ્રાફિક જામ પણ થઈ ગયેલ જોવા મળતું હતું. જવાબદાર તંત્રને કેટલીય વાર આ વિસ્તારમાં અકસ્માત થયેલ હોવાની જાણકારી આપેલ છે અને આ રસ્તાની કામગીરી સારી રીતે કરે તેવી પણ માંગ કરેલ છે પરંતુ જવાબદાર તંત્ર આ વિશે મૌન જોવા મળેલ છે.

Advertisement

Trending

Exit mobile version