Chhota Udepur
આધ્યાત્મિકતા સાથે સામાજિક જાગૃતતાના સંદેશ સાથે કૃષ્ણ નગર સોસાયટી માં ઉજવાય રહેલ ગણેશ મહોત્સવ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર નજીક આવેલ જાગનાથ મહાદેવ મંદિર પાસે ની કૃષ્ણ નગર સોસાયટી ખાતે ગણપતિની સ્થાપના બાદ દરરોજ સંધ્યા આરતી દરમિયાન સોસાયટી માં રહેતા તમામ પરિવારોએ એકત્ર થઇ ભાવપૂર્વક આરતી માં ભાગ લેતા હોય છે ત્યારબાદ સામાજિક જાગૃતતા ફેલાવવા નાં હેતુથી બેઠકો રાખવામાં આવે છે, અને સામુહિક રીતે સમાજ ઉત્થાન માટે ની વૈચારીક ચર્ચા ઓ વગેરે કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થી એ ગણેશ સ્થાપન નો ઈતિહાસ જોઈએ તો આધ્યાત્મિકતા ની સાથે આઝાદી ની લડત સમયે હાલમાં જાણીતી પ્રશાસન ની ૧૪૪ ની ધારા હેઠળ વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ જેવી તે વખતની પ્રશાસન ની ધારા પ્રમાણે બ્રિટિશ શાસન નો જે તે સમયના કાયદો અમલમાં મૂકી ને આઝાદી ની લડત ની વ્યુહરચના રોકવા નાં પ્રયાસ નાં ભાગરૂપે લોકો ને ભેગા થતા રોકવા માં આવતા ત્યારે ધાર્મિક ભાવનાઓથી ભેગા થતા લોકો ને અંગ્રેજો પણ રોકી શકે નહીં તે વાત સારી રીતે જાણતા આઝાદી ની લડત સાથે જોડાયેલા આઝાદી ની લડત નાં લડવૈયા લોકમાન્ય બાલ ગંગાધર તિલકે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ મહોત્સવ ની શરૂઆત કરી તેને બહાને સહેલાઈથી લોકો એકઠા થઇ શકે અને આઝાદી ની લડત માટે જરૂરી ચર્ચાઓ તથા વ્યુહરચના ઘડી શકાય તેવા હેતુથી ૧૮૯૩ થી આ રીતે સૌ પ્રથમ વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેઓની આ રીતે સૌ એકજૂટ થઈને સમુદાય માં સામાજિક રીતે સંગઠિતતા, સામુહિકતા બની રહે તે લોકમાન્ય ટિળક નાં હેતુ ને જીવંત રાખી આગળ ધપાવી એ તેમ અહિં નાં કૃષ્ણ નગર સોસાયટી યુવક મંડળના આયોજક મંડળ ના સદસ્ય જણાવે છે.