Dahod

ઝાલોદ રામસાગર તળાવ કિનારે ગંદકીના ઢગલા : નગરપાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું

Published

on

પંકજ પંડિત

સાંજે તળાવ કિનારે કેટલાય લોકો કુદરતી સ્વચ્છ હવા લેવા આવતા તેમને ગંદકીનો સામનો કરવો પડે છે

Advertisement

ઝાલોદ નગરના રામસાગર તળાવના કિનારે કેટલાય સહેલાણીઓ સાંજે ફરવા આવતા હોય છે. રામસાગર તળાવના કિનારે દરરોજ પરિવાર, મિત્ર વર્તુળ તેમજ બાળકો સાથેનો હરવા ફરવા માટેનો સુંદર સ્થળ છે. રામસાગર તળાવના કિનારે શાંત પાણીની મજા તેમજ કુદરતી નજારો જોવા લોકો કલાકો સુધી તળાવના કિનારે બેઠાં રહે છે.નગરનું રામસાગર તળાવ એક માત્ર એવું છે જ્યાં નગરના સહુ લોકો હરવા ફરવા આવતા હોય છે.

ઝાલોદ નગરના રામસાગર તળાવને કિનારે ગંદકીના ઢગલા જોવા મળી રહેલ છે તેમજ રામસાગર તળાવની પાળ પાસે લીલ પણ બાઝેલી જોવા મળે છે તો ત્યાં બેસેલા લોકો જો પાણીની પાસે પાળ પર બેસે તો લપસી જવાનો ડર પણ જોવા મળે છે. રામસાગર તળાવની સફાઈ કરાવવામાં તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. ગંદકીના ઢગલા બતાવે છે કે તંત્ર સાફસફાઈ કરવામાં કેટલું લાપરવાહી બતાવી રહ્યું છે.પાલિકા તંત્રની બેદરકારી નગરમાં ઘણી જગ્યાએ જોવા મળી રહેલ છે. ઇ.ચીફ ઓફિસર હોવાથી નગરમાં સાફસફાઈને લગતી કોઈ પણ કામગીરી સારી જોવા મળતી નથી.

Advertisement

તંત્રને કેટલીય વાર સાફ સફાઈને લઈ ધ્યાન દોરવામાં આવતા છતાય તંત્ર કુંભકર્ણની ભૂમિકામાં હોય તેવું લાગી રહેલ છે. જવાબદાર તંત્ર નગરની સમસ્યાઓ થી વાકેફ ન હોવાથી તેઓ ફક્ત ખુરસી પર બેસવાની જ કામગીરી કરતા હોય તેવું જાહેર જનતાને લાગે છે. હાલતો રામસાગર તળાવની કિનારે ચારે બાજુ જે ગંદકી છે તે જવાબદાર તંત્ર તાત્કાલિક સાફ સફાઈ કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે જેથી સાંજે હરવા ફરવા માટે આવનાર નગરજનોને તળાવની કિનારે ગંદકીનો સામનો કરવો ન પડે.

Advertisement

Trending

Exit mobile version