Chhota Udepur
ગઢ ભીખાપુરા નવીન ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

પ્રતિનિધી, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
પાવીજેતપુર તાલુકાના ભીખાપુરા ખાતે નવીન બનાવવામાં આવેલ ગ્રામ પંચાયત કચેરી નું આજરોજ તા ૭ ઓગસ્ટ ના રોજ લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર વિધાનસભા ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કાર્યક્રમ ની શરૂઆત માં સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી શાળાની બાળા ઓ દ્વારા પ્રાર્થના કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઈ બારીયા, કારોબારી અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઊર્મિલાબેન રાઠવા, પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા તેમજ આજુબાજુના સરપંચ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી અંદાજે ૧૪ લાખના ખર્ચે આ મકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે. પ્રસંગને અનુરૂપ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. ગામમાં આવેલ શાળાના પ્રતિભાશાળી બાળકોને સિલ્ડ અને રોકડ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામલોકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.