Dahod
ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ગૌમાતા પર્યાવરણ પદયાત્રાનું સ્વાગત કરાયું
- ઉપસ્થિત મહારાજ દ્વારા હિન્દુ ધર્મ માંથી ધર્માંતરણ ન થાય તેના પર ભાર મૂકવામાં આવ્યો
ઝાલોદ તાલુકાના ગરાડુ ગામના કજેરી ફળિયામાં આવેલ હરીશ કલાલ ગ્રાઉન્ડમાં ગૌમાતા પર્યાવરણ ચેતના પદયાત્રાનું આગમન થતાં ત્યાં રહેતા આગેવાન હરીશ કલાલ દ્વારા ગૌમાતા યાત્રાની કથા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં વસવાટ કરતા લોકોને ગૌમાતા વિશે સમજ આપવામાં આવી હતી આજનો માનવી ગૌમાતાની સેવા પૂજા ભાવ ચૂક્યો તેથી સૌથી દુખી છે તેમ પણ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું. આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા ઉપસ્થિત સહુ લોકોને હિન્દુ ધર્મ વિશે તેમજ સનાતન સંસ્કૃતિની સાથે જોડાઈ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
હિન્દુ ધર્મ માંથી ભટકી અન્ય ધર્મમાં ન જોડાય તેમજ ધર્માંતરણ ન થાય તેમજ હિન્દુ સંસ્કૃતિનું જતન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગૌમાતા ની સેવા કરો તેનું જતન કરો તેમજ તેની રક્ષા કરો અને હિન્દુ સમાજ સહુ એક બની પૃથ્વી પરના સાક્ષાત દેવ એવી ગૌમાતાની સેવા કરી મોક્ષ પ્રાપ્તિ માટે માર્ગ ખુલ્લો કરે તેમ કહ્યું હતું.ગૌમાતાની કથા બે કલાક કરવામાં આવી તેમાં ગૌમાતાનું જતન આપણા માટે શા માટે જરૂરી છે તેના વિશે વિશેષ ભાર મૂક્યો હતો. ગામના લોકો મોટા પ્રમાણમાં હાજર રહી ગૌમાતાની કથા સાંભળી હતી. આ પ્રોગ્રામનું આયોજન કરનાર હરીશ કલાલ, ભરત કલારા, ચીમન કલારા, દેવચંદ કલારા, માનસીંગ કલારા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના મનિષ પંચાલ, બળવંત ખોડ, પ્રવિણ કલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.