Gujarat
ઠાસરા નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ, સમિતિઓની રચના

ઠાસરા નગરપાલિકામાં પ્રમુખ મનાલીબેન કૃણાલકુમાર શાહ, ઉપપ્રમુખ, ભાવિનકમાર મહેન્દ્રભાઈ પટેલ તથા સભ્યઓની હાજરીમાં સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં એજન્ડા મુજબ કામો મંજુર કરવામાં આવ્યા હતા અને નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી તથા વિવિધ સમિતિના ચેરમેનની નિમણુંક કરવામાં આવી હતી.
જેમાં કારોબારી ચેરમેન તરીકે રોનકભાઈ અરવિંદભાઈ પટેલની નિમણુંક કરવામાં આવી હતી તથા શાસક પક્ષના નેતા પ્રગ્નેશકુમાર ઉષાકાન્તભાઈ ગોહેલ તથા દંડક તરીકે ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ જાદવની નિમણુંક કરાઈ હતી તથા વિવિધ કિમિટની તથા ચેરમેનની નિમણુંક કરવામાં આવેલ છે તથા પાણી પુરવઠા અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કામો બાબતે રૂા. ૫૬.૦૦ લાખના વિકાસના કામો મંજુર કરવામાં આવ્યા હતા
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા