Panchmahal
ઘોઘંબા તાલુકા પ્રાથમિક ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા મળી

ઘોઘંબા તાલુકા પ્રાથમિક ટીચર્સ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ખાસ સાધારણ સભા ચેરમેન રાઠવા હિંમતસિંહની અધ્યક્ષતામાં પાધોરા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં મળી હતી સ્વાગત પ્રવચન બાદ ઓડિટના સૂચનો સંદર્ભે કાયદા અને નિયમો તથા પેટા નિયમો સુધારા અંગે વિચારણા કરી સભાસદો અને કર્મચારીઓના હિતમાં નિર્ણયો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નિવૃત્ત મંત્રી નુ શાલ ઓઢાડી સ્મૃતિ ચિન્હ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સભાસદોના તેજસ્વી પાંચ બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં આભાર વિધિ સાથે સભાનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું હતું